પાટણ પહોંચ્યા પ્રભુ શ્રીરામે પહેરેલા વસ્ત્રો અને ચરણ પાદુકા, ભક્તો ઉમટ્યા

પાટણ શહેરમાં આવેલ પ્રાચીન અને સર્વ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન રામજી મંદિર પરિસર ખાતે થી 37 મી રથયાત્રાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છૅ. તો વધુ આ વખત ની શોભાયાત્રા ખુબજ આકર્ષક બની રહેવાની છે. કારણ કે, પ્રભુ શ્રી રામ ભગવાન અયોધ્યા ખાતે પૂજા અર્ચના કરેલ ચરણ પાદુકા અને શ્રી રામચંદ્ર ભગવાને પહેરેલા વસ્ત્રો પણ ભેટમા મળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે જ સરયુ નદીનું પવિત્ર જળ પણ પાટણ મુકામે આજે લાવવામાં આવ્યું છૅ. જે તમામ શોભાયાત્રામાં દર્શન અર્થે મૂકવામાં આવશે.
પાટણ પહોંચ્યા પ્રભુ શ્રીરામે પહેરેલા વસ્ત્રો અને ચરણ પાદુકા, ભક્તો ઉમટ્યા

Patan News : પાટણ શહેરમાં આવેલ પ્રાચીન અને સર્વ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન રામજી મંદિર પરિસર ખાતે થી 37 મી રથયાત્રાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છૅ. તો વધુ આ વખત ની શોભાયાત્રા ખુબજ આકર્ષક બની રહેવાની છે. કારણ કે, પ્રભુ શ્રી રામ ભગવાન અયોધ્યા ખાતે પૂજા અર્ચના કરેલ ચરણ પાદુકા અને શ્રી રામચંદ્ર ભગવાને પહેરેલા વસ્ત્રો પણ ભેટમા મળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે જ સરયુ નદીનું પવિત્ર જળ પણ પાટણ મુકામે આજે લાવવામાં આવ્યું છૅ. જે તમામ શોભાયાત્રામાં દર્શન અર્થે મૂકવામાં આવશે.

પાટણ શહેરમા રામ નવમીના માટે ખાસ આયોજન કરાયું છે. પવિત્ર દિવસે નીકળનાર ભગવાન શ્રીરામની 37 મી રથયાત્રાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છૅ. ત્યારે ચાલુ વર્ષે ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર ભગવાન શ્રી રામની ચરણ પાદુકા અને ભગવાનના વસ્ત્રો રહેશે. ખાસ કરીને પાટણ રામજી મંદિર ખાતેથી વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ચાંદીની 500 ગ્રામની શ્રી રામ ની ચરણ પાદુકા બનાવી અયોધ્યા ખાતે લઇ જવાઈ હતી. આ પાદુકા શ્રીરામના ચરણોમાં મૂકી તેની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી પવિત્ર કરવામાં આવી હતી. 

આ ઉપરાંત અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પૂજારી દ્વારા ભગવાન રામને પહેરાવેલ વાઘા પાટણ વિશ્વ હિન્દૂ પરિષદને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. જેથી આ પાદુકા અને પહેરામણી પાટણવાસીઓ માટે ગૌરવ સમાન બનવા પામ્યું છૅ. આ વાઘા અને ચરણ પાદુકા આજે પાટણ રામજી મંદિર મુકામે લાવવામાં આવ્યા હતા અને ભક્તો દ્વારા તેનું સામૈયુ કરી ફૂલ ગુલાબની છોળો ઉછાળવામા આવી હતી. 

ભગવાનના ચરણ પાદુકા અને વસ્ત્રો ભગવાન શ્રી રામના ચરણોમાં મૂકી પૂજાવિધિ કરી તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ ચરણ પાદુકા, ભગવાનના વાઘા અને સરયુ નદીનું પવિત્ર જળ શોભા યાત્રામા સામેલ કરવામાં આવશે. તેને નગરચર્યામાં દર્શન અર્થે મૂકાશે. 

આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં જે પ્રકારે રામલલ્લાની મૂર્તિ છૅ, તેની પ્રતિકૃતિ સમાન કલા પથ્થરમાંથી રામ લલ્લાની મૂર્તિ રાજસ્થાન ખાતે બનાવવામાં આવી છૅ. તે પણ શોભાયાત્રામાં સામેલ કરીને દર્શન અર્થે નગર ચાર્યાએ મુકવામાં આવશે. રામ લલ્લાની શોભાયાત્રા નગર ચર્યા પૂર્ણ કરીને મંદિર પરિસર ખાતે પરત ફરશે. જ્યાં રામ ખીચડીના પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છૅ. ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે. આ પ્રસાદ રૂપી ખીચડી સમરસતા ખીચડી પણ કહી શકાય. કારણ કે આ ખીચડી માટેનું અનાજ શહેરમાથી ઉઘરાવી લાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કરી સમરસ ખીચડી બનાવવામા આવ, જે સમાજ માટે ઉદાહરણ રૂપ બનશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news