પાટણના યુવકનું જર્મનીમાં રહસ્યમયી મોત, તળાવમાં મળી લાશ, પટેલ પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના આશાસ્પદ યુવકનું જર્મનીમાં રહસ્યમય મોત થયું છે. પાટણના સેવાળા ગામનો પાટીદાર યુવક જર્મનીના તળાવમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. દીકરાના મોતની જાણ થતા પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું. 

પાટણના યુવકનું જર્મનીમાં રહસ્યમયી મોત, તળાવમાં મળી લાશ, પટેલ પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

Patan News : વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના આશાસ્પદ યુવકનું જર્મનીમાં રહસ્યમય મોત થયું છે. પાટણના સેવાળા ગામનો પાટીદાર યુવક જર્મનીના તળાવમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. દીકરાના મોતની જાણ થતા પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સેવાળાના વતની અને ધંધાર્થે સુરત ખાતે સ્થાઈ થયેલા રમેશભાઈ મોતીરામ પટેલના દીકરા ચિરાગ પટેલનું જર્મનીમાં રહસ્યમયી રીતે મોત નિપજ્યું છે. ચિરાગ પટેલની લાશ જર્મનીના એક તળાવમાંથી મળી આવી હતી. પાંચ વર્ષ અગાઉ ચરિગા પટેલ જર્મનીમાં ઓટોમોબાઇલના અભ્યાસ અર્થે ગયો હતો. પાંચ દિવસ પહેલા યુવકની લાશ જર્મનીમાં તળાવમાંથી મળી આવી છે. 

જર્મન પોલીસે ચિરાગ પટેલના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે. સરકારના વિદેશ મંત્રાલયના સહકારથી મૃતક યુવકની લાશ વતન લાવવાની કાર્યવાહી કરાઈ છે. એકના એક દીકરાના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો છે. 

બે બહેનો વચ્ચે એકના એક ભાઈના નિધનના સમાચાર પરિવારને મળતા પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ હવે વિદેશ મંત્રાલયના સહયોગથી ચિરાગ પટેલનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી અંતિમવિધિ માટે સુરત લઈ જવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news