પાટીદાર રાજકારણ ગરમાયું! વર્લ્ડ પાટીદાર ફેડરેશનની બેઠક બેઠક પૂર્ણ થયા બાદ સી કે પટેલનું મોટું નિવેદન

વર્લ્ડ પાટીદાર ફેડરેશનના સી કે પટેલે આજે આજે બપોરે 12 વાગે બેઠકની જાહેરાત ગઇકાલે (સોમવારે) કરી હતી. જેમાં ખોડલધામના નરેશ પટેલ, વિશ્વ ઉમિયાધામના આર પી પટેલ અને સરદાર ધામના ગગજી સુતરિયા ગેરહાજર રહ્યા હતા.

પાટીદાર રાજકારણ ગરમાયું! વર્લ્ડ પાટીદાર ફેડરેશનની બેઠક બેઠક પૂર્ણ થયા બાદ સી કે પટેલનું મોટું નિવેદન

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર રાજકારણ ગરમાયું છે. પાટીદાર સંસ્થાઓની બેઠક મળે એ પહેલા જ વિવાદ જોવા મળી રહ્યો છે. આજે વર્લ્ડ પાટીદાર ફેડરેશનની એક બેઠક મળી હતી. જે પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં સી કે પટેલનું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. બીજી બાજુ આજે વર્લ્ડ પાટીદાર ફેડરેશનની બેઠકમાં પાટીદાર સમાજની મુખ્ય 3 સંસ્થાના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા નહોતા. જેમાં ખોડલધામ, વિશ્વ ઉમિયાધામ અને સરદાર ધામના આગેવાનો હાજર નહી રહે તેવા એક સમાચાર હતા.

વર્લ્ડ પાટીદાર ફેડરેશનના સી કે પટેલે આજે આજે બપોરે 12 વાગે બેઠકની જાહેરાત ગઇકાલે (સોમવારે) કરી હતી. જેમાં ખોડલધામના નરેશ પટેલ, વિશ્વ ઉમિયાધામના આર પી પટેલ અને સરદાર ધામના ગગજી સુતરિયા ગેરહાજર રહ્યા હતા. સીદસર ધામના જેરામ પટેલ, ઊંઝા ઉમિયા માતા સંસ્થામાંથી દિલીપ પટેલ, રમેશ દૂધવાળા, પી પી પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વ પાટીદાર ફાઉન્ડેશનના સી કે પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે મુખ્ય સંસ્થાના આગેવાનો વગરની બેઠકમાં શું ચર્ચા થાય છે તેના પરે સૌની નજર હતી. પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ સી કે પટેલનું એક નિવેદને ખળભળાટ મચાવ્યો હતો.

સી કે પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પછાત ews અનામત અંગે જે આટલો મોટો નિર્ણય સામે આવ્યો એનો આભાર વ્યક્ત કરવા આજની બેઠક મળી હતી, સાથે રાજકીય માહોલ છે તો એની પણ ચર્ચા થઈ છે. પાટીદાર સમાજના 14 દીકરા ગુમાવ્યા બાદ આ લાભ મળ્યો છે, જેનો આભાર માનવા ઠરાવ કરાયો છે. આંદોલનમાં સહભાગી થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો છે. જે લોકો ગેરહાજર છે તેઓએ પણ અમારી આજની બેઠકને સમર્થન આપ્યું છે. ગઈકાલે રાતે અચાનક આ નિર્ણય થયો એટલે અમુક આગેવાન આવી શક્યા નથી. પાટીદાર સમાજનું જે રાજકીય પ્રભુત્વ છે એ યથાવત રહેવું જોઈએ એવી માંગ છે. અમે દરેક પાર્ટીને આ અંગે માંગણી કરીએ છીએ. 

બેઠકના આમંત્રણ પત્રમાં લખાયેલા શબ્દો અંગે પોતાની જવાબદારીમાંથી સી કે પટેલે હાથ ખંખેર્યા હતા. દિનેશ કુંભાણી એ મિટિંગની અજાણતા અંગે કરેલા નિવેદન મામલે સી કે પટેલે જણાવ્યું હતું કે, તેઓની વાતમાં તથ્ય નથી. હું કોઈ ટિકિટ માંગતો નથી, મારી ચૂંટણી લડવી નથી. દરેક રાજકીય પક્ષ પાસે અમે પાટીદાર સમાજનું રાજકીય પ્રભુત્વ વધે એ માટે પ્રયત્ન કરીએ છીએ. નવી સરકાર બને તો એમની સામે પણ પાટીદાર આંદોલનના સમયના કેસ પરત ખેંચવાની માંગ ચાલુ જ છે.

જેરામ પટેલનું નિવેદન
જેરામ પટેલે જણાવ્યું હતું કે, આજનો મુદ્દો એ જ છે કે 10 ટકા આર્થિક અનામતનો લાભ મળ્યો એનો અભિનંદન આપતો ઠરાવ કરાયો છે. આના સિવાય અન્ય કોઈ મુદ્દે ચર્ચા કરાઈ નથી. ચૂંટણી ના સમયે જયારે જે ચર્ચાની જરૂર પડશે એ કરીશું. ઠરાવ કરવામાં દરેકની હાજરી જરૂરી નહતી, મર્યાદિત લોકો પણ હાજર રહી શકે.  દરેક સંસ્થામાંથી એક એક પ્રતિનિધિ આવ્યા છે, અમે બધા એક જ છીએ.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્લ્ડ પાટીદાર ફેડરેશનના અધ્યક્ષ સી.કે.પટેલના નેતૃત્વમાં તમામ પાટીદાર સંસ્થાઓને ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેમાં ઉંઝા ઉમિયામાતાજી સંસ્થાન, ખોડલધામ, સમસ્ત પાટીદાર સમાજ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, સિદસરનું ઉમિયા માતાજી સંસ્થાન, સરદારધામ અને કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીનો સમાવેશ થાય છે. પરંતુ આ બેઠકમાં પાટીદાર સમાજની ત્રણ સંસ્થાના આગેવાનો હાજર નહીં રહે. જેમાં ખોડલધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સરદાર ધામના આગેવાનો ઉપસ્થિત નહીં રહે.

હવે રાજકીય બેઠક ન હોવાનું કહી ફેરવી તોળ્યું...
વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર રાજકારણ ગરમાયું હતું. પાટીદાર સંસ્થાઓની બેઠક મળે એ પહેલાં જ વિવાદ થયો હતો. વિધાનસભાની ચૂંટણી માટે બેઠકનું  આયોજન કરાયું હતું. પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ આગેવાનોએ હવે રાજકીય બેઠક ન હોવાનું કહી ફેરવી તોળ્યું હતું. અગાઉ સી.કે.પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં EWS મામલે SCના નિર્ણયની ચર્ચા કરીશું. બેઠક મળ્યા બાદ તમામ પ્રશ્નોના જવાબ આપીશું. પાટીદાર સમાજ એક હોવાનો મણીભાઈ પટેલે દાવો કર્યો હતો, પરંતુ બેઠક બાદ ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.

પાટીદાર જરૂરી કેમ?

  • 50 બેઠક પર પાટીદાર પાવર
  • સૌરાષ્ટ્ર ઝોનની 23 બેઠક
  • ઉત્તર ઝોનની 8 બેઠક
  • મધ્ય ઝોનની 10 બેઠક
  • દક્ષિણ ઝોનની 9 બેઠક

2012માં 50 પાટીદાર ધારાસભ્યો જીત્યા
ભાજપમાંથી 36 પાટીદાર ધારાસભ્ય જીત્યા
કોંગ્રેસમાંથી 14 પાટીદાર ધારાસભ્ય જીત્યા

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news