સૂર્યકુમારની 360 ડિગ્રી બેટિંગનું ખુલ્યું રાજ! જાણો 150 કિ.મી.ની સ્પીડના બોલને કઈ રીતે મારે છે સ્કૂપ
સૂર્યકુમાર યાદવ કઈ રીતે 150 કિ.મી.ની સ્પીડે આવતા બોલને મજાક કરતો હોય એ રીતે વાંકા ચુકા શોટ્સ મારીને બાઉંડ્રી કુદાડી દે છે એ સવાલનો જવાબ ખુબ આ ખેલાડીએ પોતે આપ્યો. હાલમાં જ રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેના ઝડપી બોલર રિચર્ડ નગરવાના બોલ પર સૂર્યકુમાર યાદવનો સ્કૂપ શોટ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સૂર્યકુમારે ફટકારેલો છગ્ગો હવે ક્રિકેટ પ્રેમીઓ માટે અને ક્રિકેટ નિષ્ણાતો માટે એક કોયડા સમાન બની ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સૂર્યકુમાર યાદવ. આ નામ હાલ વર્લ્ડ ક્રિકેટમાં ગૂંજી રહ્યું છે. જેની સૌથી વધુ ખુશી ઈન્ડિયન ક્રિકેટ ફેન્સને છે. કારણકે, સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયોનો 360 ડિગ્રી બેટ્સમેન છે. જેને ભારતનો એબી ડિવિલિર્ય કહેવામાં આવે છે. 150 કિ.મી.ની સ્પીડથી આવતા બોલને આ ખેલાડી નીચે બેસીને આડો-અવળો થઈને વિચિત્ર સ્ટાઈલથી શોટ્સ મારીને સિક્સર ફટકારી દે છે. બીજા બેટ્સમેન જ્યાં પીચ કંડીશન, વેધર અને બીજા બહાનાઓ અને વાંધા વચકા કાઢતા હોય છે ત્યાં આ ભાઈને આવી કોઈ તકલીફ પડતી નથી. આ ખેલાડી તો મેદાનમાં આવતાની સાથે પહેલાં જ બોલથી જેમ આપણે તળપદી ભાષામાં કહીને કે દેવાવાળી કરે છે. બસ કંઈક આવી જ આ ખેલાડીની બેટિંગ સ્ટાઈલ છે. હાલ ચાલી રહેલાં ટી20 વર્લ્ડ કપમાં સૂર્યકુમારની બેટિંગથી દુનિયાભરના ક્રિકેટર્સ અને ક્રિકેટ પ્રેમીઓ પ્રભાવિત થઈ રહ્યાં છે. ત્યારે આ ખેલાડી આવા શોટ્સ કઈ રીતે મારી શકે છે તેના રહસ્ય પરથી પડદો ઉંચકાઈ ગયો છે.
સૂર્યકુમાર યાદવ કઈ રીતે 150 કિ.મી.ની સ્પીડે આવતા બોલને મજાક કરતો હોય એ રીતે વાંકા ચુકા શોટ્સ મારીને બાઉંડ્રી કુદાડી દે છે એ સવાલનો જવાબ ખુબ આ ખેલાડીએ પોતે આપ્યો. હાલમાં જ રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેના ઝડપી બોલર રિચર્ડ નગરવાના બોલ પર સૂર્યકુમાર યાદવનો સ્કૂપ શોટ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સૂર્યકુમારે ફટકારેલો છગ્ગો હવે ક્રિકેટ પ્રેમીઓ માટે અને ક્રિકેટ નિષ્ણાતો માટે એક કોયડા સમાન બની ગયો છે.
સૂર્યકુમાર યાદવે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 25 બોલમાં અણનમ 61 રન કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. T20 ક્રિકેટના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવે કહ્યું કે, તમારે એ સમજવું પડશે કે બોલર તે સમયે કયો બોલ નાખવાનો છે, જે તે સમયે અમુક હદ સુધી પૂર્વનિર્ધારિત હોય છે. રબરના બોલથી ક્રિકેટ રમતી વખતે મેં આ શોટની બહુ પ્રેક્ટિસ કરી હતી. તેણે કહ્યું કે, તમારે જાણવું પડશે કે તે સમયે બોલર શું વિચારી રહ્યો છે. પછી હું મારી જાત પર વિશ્વાસ રાખું છું. તમે જાણો છો કે બાઉન્ડરી કેટલી દૂર છે.
સૂર્યકુમારે વધુમાં કહ્યું, જ્યારે હું ક્રિઝ પર હોઉં છું, ત્યારે મને લાગે છે કે, બાઉન્ડરી માત્ર 60-65 મીટર દૂર છે અને હું બોલની ઝડપને જાણીને યોગ્ય ટાઈમિંગ સાથે રમવાની ટ્રાય કરું છું. હું બોલને બેટના સ્વીટ સ્પોટથી મારવાનો પ્રયત્ન કરું છું અને જો તે સારી રીતે હિટ થાય છે તો બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર જાય છે. જ્યારે હું બેટિંગ કરવા માટે જાઉં છું ત્યારે શરૂઆતમાં હું કેટલીક બાઉન્ડ્રી મારવાનો પ્રયત્ન કરું છું અને જો હું તે કરી શકતો નથી, તો હું વિકેટની વચ્ચે ઝડપથી દોડીને શક્ય તેટલા વધુ રન બનાવવું છું.
સૂર્યકુમાર યાદવે વધુમાં કહ્યું કે જો તમે વિરાટ ભાઈ સાથે બેટિંગ કરી રહ્યા છો તો તમારે ઝડપથી રન દોડવા પડશે. હું તે કરવાનો પ્રયાસ કરું છું અને ખાલી જગ્યાઓ પર શોટ રમીને ઝડપથી રન બનાવવાનો પ્રયત્ન કરું છું. મને ખબર છે કે તે સમયે મારે કેવા શોટ રમવાની જરૂર છે. હું સ્વીપ, ઓવર કવર અને કટ શોટ્સ રમું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે