સાવધાન! પ્લાસ્ટિક તો નથી આરોગતાને! મહેસાણામાં રાશનની દુકાનમાંથી મળ્યા નકલી ચોખા! લોકોમાં આક્રોશ

મહેસાણામાં એક પરિવારને સસ્તા અનાજની દુકાનમાંથી પ્લાસ્ટિકના ચોખા પધરાવી દીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા બાદ ZEE 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું ત્યારે જાણો શું આવ્યું સત્ય સામે.

સાવધાન! પ્લાસ્ટિક તો નથી આરોગતાને! મહેસાણામાં રાશનની દુકાનમાંથી મળ્યા નકલી ચોખા! લોકોમાં આક્રોશ

તેજસ દવે/મહેસાણા: ખાદ્ય પદાર્થમાં ભેળસેળની ઘટના તમારા માટે નવી નથી. તેલ, ઘી, મસાલા સહિત અનેક વસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોને પધરાવવામાં આવી રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે એ સત્ય છે. પરંતુ, આવા ભેળસેળને રોકવા માટે તંત્ર કરી શું રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. કેમ કે, નકલીના આ ભરડામાં હવે સરકારી અનાજની દુકાનો પણ આવી ગઈ હોય તેવી ઘટના સામે  આવી છે.

મહેસાણા જિલ્લામાં આવેલા કડી શહેરની આ સરકારી અનાજની દુકાન છે. કડીમાં રહેતા એક પરિવાર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અહીંથી લેવામાં આવેલા ચોખા પ્લાસ્ટિકના નીકળ્યા છે. સૌથી પહેલાં એ જાણો કે, આખરે કેમ ચોખા નકલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્વાભાવિક રીતે ચોખામાં ભેળસેળ થઈ હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ આવે છે. પરંતુ અમે તમને અસલી અને નકલી ચોખાનો ફરક પણ દર્શાવી રહ્યા છે. 

આખરે આનું કારણ શું છે. સવાલ અગત્યનો છે કે, સસ્તા અનાજના દુકાનમાં પ્લાસ્ટિકના ચોખાનું વેચાણ કઈ રીતે થાય. આ વાતની ગંભીરતા સમજીને ZEE 24 કલાકની ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાને જઈન રિયાલિટી ચેક કરવામાં આવ્યું. રિયાલિટી ચેકમાં જે સત્ય બહાર આવ્યું એ જાણીને તમે પણ નિશ્ચિંત થઈ જશો.

સત્ય જાણ્યા બાદ લોકોને રાહત થશે કે, હકીકતમાં રાજ્ય સરકાર દ્વારા ચોખાની બોરીમાં કેટલીક માત્રામાં ફોર્ટિફાઈડ ચોખાનો ઉમેરો કરવામાં આવે છે. આ ચોખામાં મિનરલ, આર્યન અને અન્ય તત્વ ઉમેરવામાં આવે છે જેના કારણે લોકોને પોષણ મળે. એટલા માટે પ્લાસ્ટિકની ચોખાની વાત માત્ર અફવા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news