PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું; આપણે એક આખું ઓસ્ટ્રેલિયા બને એટલા ઘર બનાવ્યા'

Gujarat Election 2022: આજે પ્રધાનમંત્રીએ કાંકરેજ અને પાટણમાં સંબોધી હતી. ત્યારબાદ પીએમ મોદી ચૂંટણીના પ્રચાર માટે આણંદના સોજીત્રા પહોંચ્યા છે. જ્યાં તેઓ એક જનસભાને સંબોધી રહ્યા છે. પીએમ મોદી અમદાવાદમાં સાંજે 6 વાગ્યે સભા કરશે. પીએમ મોદીની સાથે અમિત શાહ પણ ઝંઝાવાતી પ્રચાર કરશે. 

PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું; આપણે એક આખું ઓસ્ટ્રેલિયા બને એટલા ઘર બનાવ્યા'

Gujarat Election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની 2022માં પ્રથમ તબક્કાના મતદાનના દિવસે સૌથી લાંબો રોડ શો યોજ્યો હતો. આજે પ્રધાનમંત્રીએ કાંકરેજ અને પાટણમાં સંબોધી હતી. ત્યારબાદ પીએમ મોદી ચૂંટણીના પ્રચાર માટે આણંદના સોજીત્રા પહોંચ્યા છે. જ્યાં તેઓ એક જનસભાને સંબોધી રહ્યા છે. 

સોજીત્રાથી પીએમ મોદી Live:

  • આજે ગુજરાતમાં હજારો કોલેજો બની છે

  • 20 વર્ષ પહેલા ગુજરાતમાં ઓછી કોલેજો હતી

  • વિકસિત ગુજરાત બનાવવા માટે રોડમેપ લઈને ચાલી રહ્યા છીએ

  • વીજળી માટે આંદોલન થતાં કોંગ્રેસની સરકાર ગોળીઓ વરસાવતી

  • સાચી નીતિ હોય તો સારું પરિણામ મળે છે

  • ગોવર્ધનનું કામ આખી દુનિયામાં મોડલ સમાન છે.

  • પહેલા માત્ર દૂધ વેંચાતું હવે તો છાણ પણ વેંચાશે

  • પશુઓના ટીકાકરણનું અભિયાન ચાલે છે.

  • હવે ગોબરમાંથી વીજળી અને ગોબરમાંથી ગેસ બને છે

  • અન્નદાતા ઉર્જાદાતા બને એના માટે કામ કર્યું છે

  • આણંદ જિલ્લામાં 100 ટકા ઘરે ઘરે નળમાં જળ

  • ભાગલા પાડો ને રાજ કરો એ જ કોંગ્રેસની માનસિકતા

  • ભારત પાસે દુનિયાના સમુદ્ધ દેશો મદદ માંગતા હતા

  • 3 વર્ષ 80 કરોડ લોકોને મફત અનાજ પહોંચાડ્યું

  • આપણે દુનિયાના લોકોને પણ ભૂખ્યા નથી રહેવા દીધા.

  • કોરોનાકાળમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું

  • તમારો દીકરો દિલ્હીમાં એના માટે કામ કરતો હતો.

  • કોઈ ગરીબના ઘરે ચુલો ન ઓલવાવો જોઈએ

  • ઘરનું ઘર હોય તો ગરીબ લોકોનું જીવન  બદલાય

  • એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી થયો

  • આપણે 8 વર્ષમાં 3 કરોડ મકાન બનાવ્યા.

  • એક આખું ઓસ્ટ્રેલિયા બને એટલા ઘર બનાવ્યા

  • આનું કારણ મોદી નહીં આ તમારા મતની તાકાત છે

  • આજે સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગે છે

  • કોઈ પણ વ્યક્તિ એક મતની તાકાતને ઓછી ન આંકે

  • આ ચૂંટણી 5 વર્ષ માટે 25 વર્ષ પછીના ગુજરાત  માટે છે.

  • આપણે વિકસિત ગુજરાતના સપનાં સાથે ચાલીએ છીએ

  • 8 વર્ષથી તમે મને બેસાડ્યો છે, તમે મને મોટો કર્યો છે.

  • આપણા માટે દેશ સમુદ્ધ બને એ જ ચિંતા છે.

  • કૌભાંડના એક પણ સમાચાર નથી આવતા

  • તમે જે શીખડાવ્યું એ વિદ્યાર્થીની જેમ હું કરું છું

  • અમેરિકાની કુલ વસતીની 4 ગણી રસીકરણ ભારતમાં થયું

  • ભારતમાં દરેક નાગરિકને વેક્સીન આપવામાં આવી છે.

  • અમેરિકાની કુલ વસ્તીથી 4 ગણુ રસીકરણ ભારતમાં થયું

  • અમીર દેશો પણ દરેક નાગરિકને વેક્સીન નથી આપી શક્યા

  • આજે વિશ્વમાં ભારતના સામર્થ્યનો ડંકો વાગી રહ્યો છે.

  • આ મારું સૌભાગ્ય છે, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સૌભાગ્ય મને મળ્યું.

  • આ એ ભૂમિ છે, જયાં સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કર્યો.

  • આણંદ તો પ્રેરણા ભૂમિ છે આણંદ તો સંકલ્પોની ભૂમિ છે.

  • કોંગ્રેસના લોકોએ અંગેજો જોડે કામ કર્યું

  • કોંગ્રેસના નેતાને પુછજો સરદાર પટેલ કોંગ્રેસમાં હતા?

  • પહેલા ખંભાતમાં અવાર નવાર મુશ્કેલી આવતી હતી.

  • ગુલામીની માનસિકતા કોંગ્રેસમાં ઘર કરી ગઈ છે

  • 500 વર્ષ સુધી શિખર ન બન્યું, 500 વર્ષ પહેલા મહાકાળીનું મંદિર ધ્વસ્ત કર્યું

  • કૉંગ્રેસને હાર દેખાય એટલે પછી EVM પર ઠિકરું ફોડે

  • કૉંગ્રેસના બધા ખેલ આ દેશનો બચ્ચો બચ્ચો સમજી ગયો છે

  • ભારતીય જનતા પાર્ટી ગુજરાતના વિકાસ અને વિકાસશીલ ગુજરાતનું સપનું લઈને નીકળી છે એને તમે મહોર મારી દીધી છે

એટલું જ નહીં, પીએમ મોદી અમદાવાદમાં સાંજે 6 વાગ્યે સભા કરશે. પીએમ મોદીની સાથે અમિત શાહ પણ ઝંઝાવાતી પ્રચાર કરશે. 

તારીખ: 2 ડિસેમ્બર, 2022, શુક્રવાર

— BJP Gujarat (@BJP4Gujarat) December 1, 2022

મોદીનું મિશન ગુજરાત
ગુરુવારે ભવ્ય રોડ બાદ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી અમદાવાદમાં બીજો રોડ શો કરશે. આજે શાહીબાગથી સભા સ્થળ સુધી રોડ શો કરશે, જેમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં દર્શને જશે. આજે સાંજે 4 વાગે રોડ શો શરૂ થશે. જેના માટે શાહીબાગથી સરસપુર સુધી બેરિકેટિંગ કરાયું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news