UN મહેતા હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત : હીરાબાની તબિયત બગડતાં જાણો કોણ કોણ પહોંચ્યું

Hiraba Modi Health LIVE: હીરાબાના ખબર અંતર પૂછવા માટે અનેક નેતાઓ પહોંચ્યા...આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય દર્શના વાઘેલા, કૌશિક વ્યાસ પણ હોસ્પિટલ પહોંચ્યા...

UN મહેતા હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત : હીરાબાની તબિયત બગડતાં જાણો કોણ કોણ પહોંચ્યું

PM Modi Mother health LIVE  Update : મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન માતાની ખબર પુછવા માટે અમદાવાદ આવવાના હોવાથી પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ શહેરમાં નો ડ઼્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલાં હોસ્પિટલમાં ધારાસભ્યો, અધિકારીઓ પણ પહોંચી ગયાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કેબિનેટની બેઠકમાં હોવાથી બેઠક પુરી થયા બાદ તેઓ હવે યુએન મહેતા પહોંચી ગયાં છે. હીરાબાના પિયરની વાત કરીએ તો હીરાબા મહેસાણાના વિસનગરમાં આવેલ દીપડા દરવાજા રહેતા હતા મહત્વનું છે કે હીરાબાનો પરિવાર વર્ષો પહેલા મકાન વેચી અમદાવાદ સ્થાઈ થયો હતો. જેથી હાલ હીરાબાના મકાનનું રિનોવેશન કરી નવું મકાન બનાવવામાં આવ્યું છે. 

એક્સપર્ટ ડોક્ટર દ્વારા તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તેમજ તબીબો દ્વારા હીરાબાના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ તેમને સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરો દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે સ્ટેબલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. અત્યંત લોખંડી બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલના સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આ બધાની વચ્ચે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આજે નરેન્દ્ર મોદી યુ. એન.મહેતા હોસ્પિટલ આવશે. હવે નવા મેડિકલ બુલેટિનની રાહ જોવામાં આવી રહી છે. 

આ પણ વાંચો : 

હીરાબાની તબિયતને લઈને PM નરેન્દ્ર મોદી બપોરે સાડા ત્રણની આસપાસ અમદાવાદ પહોંચી શકે છે. જ્યારે વડાપ્રધાન અથવા VVIP અમદાવાદ આવતા હોય છે ત્યારે સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવે છે, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તેમ હોવાથી તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

વડાપ્રધાન અમદાવાદ આવી રહ્યાં છે. ત્યારે હીરાબાની ખબર અંતર પુછવા માટે ધારાસભ્યો અને અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયાં હતાં. હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ હોસ્પિટલ પહોંચી ગયાં છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ યુ એન મહેતા હોસ્પિટલ પહોંચી ગયાં છે. વિસનગરમાં સામાન્ય પરિવારમાં 18 જૂન 1923 ના રોજ જન્મેલા અને દેશને નરેન્દ્રભાઇ મોદી જેવા વડાપ્રધાન આપનારા હીરાબેન દામોદરદાસ મોદીનું જીવન સંઘર્ષ ભર્યું રહ્યું છે. હીરાબા શતાયુ વર્ષનું સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. સંઘર્ષ,નીડરતા,અર્થશાસ્ત્ર અને પ્રામાણિકતા જેવા ગુણો જેમના લોહીમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news