જામનગરમાં પીએમ મોદીએ રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી, એવી ભાવવિભોર ટ્વીટ કરી કે...
જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે પીએમ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ પીએમ મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા
Trending Photos
ઝી ન્યૂઝ/જામનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે સવારે બનાસકાંઠામાં વિવિધ યોજનાઓનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ કરીને હાલ તેઓ જામનગર પહોંચ્યા છે. ગુજરાત હવે વિશ્વફલક પર ઝળકવા જઈ રહ્યું છે કારણ કે જામનગરમાં વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન’ બની રહ્યું છે. જેના શિલાન્યાસ પ્રસંગે પીએમ મોદી હાલ જામનગર એરપોર્ટ પર પહોંચ્યા છે.
જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે પીએમ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ પીએમ મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા, ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. એરફોર્સથી પીએમ મોદી સીધા જ પાયલોટ બંગલે પહોંચી રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ જામનગર સર્કિટ હાઉસમાં જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો. pic.twitter.com/gTnxmcFadp
— Narendra Modi (@narendramodi) April 19, 2022
પીએમ મોદીએ જામનગરના રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કર્યા બાદ એક ટ્વીટ કર્યું છે અને તેમણે જણાવ્યું હતું કે, જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે