PM Modi Gujarat Visit: PM મોદીએ વિરોધીઓ પર સાધ્યું નિશાન, કહ્યું, 'અમે સત્તાને સુખનું નહીં સેવાનું માધ્યમ માનીએ છીએ'

PM Modi in Bhavnagar: વડાપ્રધાન મોદીના હસ્તે શહેરમાં 3472.54 કરોડનાં 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી હાલ ભાવનગર પહોંચ્યા છે અને તેઓ રોડ શો કરી રહ્યા છે. 

PM Modi Gujarat Visit: PM મોદીએ વિરોધીઓ પર સાધ્યું નિશાન, કહ્યું, 'અમે સત્તાને સુખનું નહીં સેવાનું માધ્યમ માનીએ છીએ'

ભાવનગર: પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીના હસ્તે સુરતમાં 3472.54 કરોડનાં 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી હાલ ભાવનગર પહોંચ્યા છે અને તેઓએ રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ ભાવનગરમાં કરોડોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ અને 817 કરોડથી વધારેના કાર્યોનું લોકાર્પણ તેમજ 6 હજાર 626 કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત કર્યુ.

ભાવનગરમાં PM મોદીનું ભાષણ:

  • વડાપ્રધાને સંબોધનમાં સૌ પ્રથમ ભાવનગરના લોકોને નવરાત્રિની શુભકામના પાઠવી હતી. 
  • મને આવવામાં કેટલાક વર્ષો લાગ્યા ગયા, હું મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો. ગત વર્ષોનું બાકી હતું તે પણ લઇને આવ્યો છું. આમ પણ ભાવનગરનો મારા પર અધિકાર છે. 
  • ભાવનગર આવું એટલે નરસિંહ મામાના ગાંઠીયા, દાસના પૈંડા, અને ગાંઠીયા યાદ કરું. એટલે મને મારા હરિસિંહ દાદા યાદ આવે. ખુબ વર્ષો પહેલા મને ગાંઠિયા ખાવાનું શિખવ્યું હોય તો હરિંસિંહ દાદાએ શિખવાડ્યું. તે જ્યારે અમદાવાદ આવે એટલે ગાંઠિયા લેતા આવે. આજે જ્યારે ભાવનગર આવું ત્યારે નવરાત્રિનું વ્રત ચાલે એટલે નકામું. પણ છતાય ભાવનગરના ગાંઠિયા દેશ અને દુનિયામાં વખણાય તે નાની વાત નથી. આ ભાવનગરની તાકાત છે.
  • એક તરફ જ્યાં દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ વર્ષે ભાવનગર તેની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે.
  • 'મોટી-મોટી જાહેરાતો વિના ભાવનગરમાં થઈ રહ્યા છે કામ, અમે સત્તાને સેવાનું માધ્યમ માનીએ છીએ'
  • 300 વર્ષની આ સફરમાં ભાવનગરે ટકાઉ વિકાસ કર્યો છે, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે પોતાની ઓળખ બનાવી છેઃ પીએમ
  • રિજનલ સાયન્સ સેન્ટર સ્થપાવાથી શિક્ષણ અને સંસ્કૃતીનું શહેર તરીકેની ઓળખ મજબુત બનશે.
  • ભાવનગર આવું છુ ત્યારે બે અઢી દાયકા જે ગુંજ સુરત વડોદરા રાજકોટ,ભાવનગર જામનગરની ગુંજ રહેશે. 
  • રીજનલ સાયન્સ સેન્ટર સ્થપાવાથી શિક્ષણ અને સંસ્કૃતિનું શહેર તરીકેની ઓળખ મજબૂત બનશે. 
  • ગુજરાતમાં અમે અનેકો પોર્ટ વિકસિત કર્યા છે. આજે ગુજરાતનાં તટીય ક્ષેત્રમાં અનેક પાવરપ્લાન્ટ છે. ગુજરાત સમિત સમગ્ર દેશને ઉર્જા પહોંચાડે છે. સૌરાષ્ટ્રને ઉર્જાનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે. 
  • સૌરાષ્ટ્રની સમૃધ્ધીને લઇને મારો વિશ્વાસ છે. ઉદ્યોગ ખેતી અને પ્રવાસની સંભાવનાઓ છે.
  • છેલ્લા બે દાયકામાં અમે ગુજરાતના દરિયાકાંઠાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાના નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે.
  • અમે ગુજરાતમાં ઘણા બંદરોનો વિકાસ કર્યો છે, ઘણા બંદરોનું આધુનિકીકરણ કર્યું છે: PM
  • આજે ગુજરાતની કોસ્ટ લાઇન લાખો લોકો માટે રોજગારીનું માધ્યમ બની છે, ઉપરાંત દેશની આયાત-નિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવે છે.
  • આજે ગુજરાતનો દરિયાકિનારો પુનઃપ્રાપ્ય ઉર્જા અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પર્યાય તરીકે ઉભરી રહ્યો છે: PM
  • ભાવનગરનું આ બંદર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવશે અને અહીં રોજગારીની સેંકડો નવી તકો ઉભી થશે.
  • ઘોઘા-દહેજ રો-રો ફેરી શરૂ કરીને લોકોની મુશ્કેલીઓ દૂર કરી છે. રો-રો ફેરીથી 40 લાખ લીટર પેટ્રોલ-ડીઝલની બચત થઈ છે. 
  • સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સંબંધિત બિઝનેસ-બિઝનેસ અહીં વિસ્તરશેઃ PM
  • લોથલ આપણી વિરાસતનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે, જેણે સમગ્ર વિશ્વના પ્રવાસન નકશા પર લાવવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. લોથલની સાથે સાથે વેળાવદર નેશનલ પાર્કમાં પણ ઈકો-ટૂરિઝમ સર્કિટથી ભાવનગરને ખાસ કરીને નાના વેપારીઓને ફાયદો થશેઃ PM
  • લોથલ જેવું સૌથી જૂનૂં પોર્ટ ગુજરાતમાં છે. ત્યારે લોથલમાં મેરી ટાઇમ મ્યુઝિયમ બની રહ્યુ છે. લોથલ દુનિયામાં નામ કમાઈ શકે તેમ છે. આજે વિકાસની અનેક પરિયોજના લઈને હું આવ્યો છું. ભાવનગરનાં ભવિષ્યને ચાર ચાંદ લગાડનારી યોજનાઓ લઈને હું આવ્યો છું.

— CMO Gujarat (@CMOGuj) September 29, 2022

ભાવનગરમાં પીએમ મોદીએ કર્યો રોડ શો Live:

— Zee 24 Kalak (@Zee24Kalak) September 29, 2022

ભાવનગરમાં પીએમ મોદીએ આપી કરોડોના પ્રોજેક્ટની ભેટઃ
1) પ્રધાનમંત્રી ભાવનગરમાં રૂ. 6 હજાર 626 કરોડનથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. પ્રધાનમંત્રી વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને ભાવનગર ખાતે બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કર્યો. હવે પોર્ટને 4000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે. અને વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત, બંદર ભવિષ્યની જરૂરિયાતો અને પ્રદેશમાં આગામી વિવિધ પ્રોજેક્ટ્સની માગને પણ પૂરી કરશે. પોર્ટમાં અતિ આધુનિક કન્ટેનર ટર્મિનલ, બહુહેતુક ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ હશે જેમાં હાલના રોડવે અને રેલવે નેટવર્ક સાથે સીધું ડોર-સ્ટેપ કનેક્ટિવિટી હશે. તે કાર્ગો હેન્ડલિંગમાં ખર્ચ બચતના સંદર્ભમાં માત્ર આર્થિક લાભ જ નહીં, પણ આ પ્રદેશમાં લોકો માટે રોજગારીનું સર્જન કરશે. ઉપરાંત, CNG આયાત ટર્મિનલ સ્વચ્છ ઊર્જાની વધતી જતી માગને પહોંચી વળવા માટે વધારાનો વૈકલ્પિક ઊર્જાનો સ્ત્રોત પૂરો પાડશે.

2) પ્રધાનમંત્રી ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને લગભગ રૂ. 100 કરોડનો ખર્ચ થયો છે. કેન્દ્રમાં મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી - ફિઝિયોલોજી એન્ડ મેડિસિન, ઈલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી, બાયોલોજી સાયન્સ ગેલેરી સહિત અનેક થીમ આધારિત ગેલેરીઓ છે. કેન્દ્ર એનિમેટ્રોનિક ડાયનાસોર, વિજ્ઞાન થીમ-આધારિત રમકડાની ટ્રેન, પ્રકૃતિ સંશોધન પ્રવાસ, મોશન સિમ્યુલેટર, પોર્ટેબલ સોલાર ઓબ્ઝર્વેટરી વગેરે જેવા આઉટ-ડોર ઇન્સ્ટોલેશન દ્વારા બાળકો માટે શોધ અને સંશોધન માટે સર્જનાત્મક પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે.

3) કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સૌની યોજના લિંક 2 ના પેકેજ 7, 25 મેગાવોટ પાલિતાણા સોલર પીવી પ્રોજેક્ટ, APPL કન્ટેનર (આવદકૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડ) પ્રોજેક્ટ સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે; અને સૌની યોજના લિંક 2 ના પેકેજ 9, ચોરવડલા ઝોન વોટર સપ્લાય પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

સુરતમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નવરાત્રિના ઉપવાસમાં સુરત આવું અને સુરતનાં જમણ વિના જાઉં એ કઠિન છે. સુરતે ચાર 'P'નું ઉદાહરણ પુરૂ પાડ્યું છે અને ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેશે. ગુજરાતના ચાર શહેરોમાં પીએમ મોદી 29,000 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે જ તેઓ અમદાવાદમાં આયોજિત 36માં નેશનલ ગેમ્સનું પણ ઉદ્ઘાટન કરશે. એટલું જ નહીં સરકારી કાર્યક્રમો ઉપરાંત પીએમ મોદી નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી માતાજીની આરતી કરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news