ગુજરાતની 54 હજાર શાળાનું કન્ટ્રોલ રાખતા સેન્ટરની પીએમ મોદી લેશે મુલાકાત, જાણો શું છે

PM Modi in Gujarat : વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં PM મોદી ત્રણ દિવસના પ્રવાસે આવવાના છે. તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. બનાસકાંઠા, જામનગર અને દાહોદમાં તેમના વિવિધ કાર્યક્રમો યોજાશે

ગુજરાતની 54 હજાર શાળાનું કન્ટ્રોલ રાખતા સેન્ટરની પીએમ મોદી લેશે મુલાકાત, જાણો શું છે
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. 
  • 18 મી એપ્રિલે પીએમ મોદી ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે

હિતલ પારેખ/ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ પ્રથમ દિવસે 18 મી એપ્રિલે પીએમ મોદી ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 3 લાખ કરતા વધારે શિક્ષકો અને 1 .15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તે માટે ગાંધીનગર ખાતે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર શું છે તે જાણીએ. 

રાજ્યના મહાનગરોથી લઇને દુર્ગમ પહાડી પરના આદિવાસી વિસ્તારની સ્કૂલ, વિદ્યાર્થી, શિક્ષકોનું સીધું મોનિટરિંગ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં ઊભા કરાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી થાય છે. ઓનલાઈમ પોર્ટલ મારફતે હાજરી પૂરવામાં આવે છે. વિદ્યાર્થી-શિક્ષક અને શાળાલક્ષી વાર્ષિક 500 કરોડ ઉપરાંતના ડેટા શિક્ષણ વિભાગને શાળા કક્ષાના ઉપલબ્ધ થાય છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્કૂલના નિરીક્ષણના કારણે અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનો જૂથ બનાવીને તેમા કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે. મોડી હાજરી પુરી હોઇ કે કયો વિદ્યાર્થી ગેરહાજર કે હાજર છે તેની વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી જ ખબર પડે છે.

  • મોબાઇલ-ટેબલેટથી વિડીયો કોલીંગ દ્વારા તેને અત્યારે કયાં વિષયનો કયો પાઠ કે ચેપ્ટર ભણાવાઇ રહ્યું છે તેની ચકાસણી પણ થાય છે
  • વિદ્યાર્થીની દરેક પરીક્ષાની ઉત્તરવહી કંટ્રોલ સેન્ટરમાં બેઠા બેઠા જોઇ શકાય છે,જેથી કરીને કોઇ વિદ્યાર્થીની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ થતી નથી તેનું સીધું નિરીક્ષણ થાય છે
  • વિધાર્થીના ભણતર ને વધુ મા વધુ સુચારુ અને સુદ્રઢ બનાવી શકાય તે મુખ્ય હેતુ સાથે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર કામ કરે છે

આ પણ વાંચો : PM મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કર્યા વખાણ, પત્ર લખીને શુભેચ્છાઓનો વરસાદ કર્યો

આ રહ્યુ પીએમનુ 3 દિવસનું શિડ્યુલ

  • પ્રધાનમંત્રી મોદી 18,19 અને 20 એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. 18 તારીખે સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 
  • સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે
  • 18 એપ્રિલે રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે
  • 19 એપ્રિલે બનાસકાંઠાના દિયોદર જશે. જ્યાં દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. અહીં મહિલા પશુપાલકોને સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે
  • દિયોદરથી સીધા જામનગર જવા રવાના થશે 
  • જામનગરમાં WHOના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે 
  • WHOના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી, પણ હાજર રહેશે
  • જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે
  • 20 એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે
  • સવારે 10.30થી 12 મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી હાજરી આપશે
  • બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતર્મુહત કરશે
  • દાહોદથી અમદાવાદ પરત ફરી સાંજે 6.15 કલાકે દિલ્લી રવાના થશે
  • રાત્રે જ દિલ્હી રવાના થશે પીએમ મોદી

PM મોદીનું મિશન ગુજરાત 
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં PM મોદી ત્રણ દિવસના પ્રવાસે આવવાના છે. તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. બનાસકાંઠા, જામનગર અને દાહોદમાં તેમના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન WHOના વડા અને મોરેશિયસના PM પણ ગુજરાત આવશે. આ ઉપરાંત તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં ઓનલાઈન હાજરી આપી રહ્યાં છે. 12 એપ્રિલે અડાલજમાં અન્નપૂર્ણાધામ ટ્રસ્ટની છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું. 10 એપ્રિલે જૂનાગઢના ગાંઠિલામાં મા ઉમાના માહાપાટોત્સવમાં જોડાયા. 11 માર્ચે તેઓ અમદાવાદ-ગાંધીનગર આવ્યા હતા. જ્યાં અમદાવાદ-ગાંધીનગર PM મોદીએ ભવ્ય રોડ-શો કર્યો હતો. તેમણે ગુજરાતની કેસરી ટોપીને દેશભરમાં ઓળખ અપાવી. ગુજરાતમાં ટિફિન બેઠકો શરૂ કરવા ટકોર કરી ફરી શરૂ કરાવી. 29 માર્ચે ગુજરાતના સાંસદો સાથે PMએ બેઠક યોજી. ત્યારે ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે તે પહેલા પીએમ ગુજરાતમાં એક્ટિવ થઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news