ના હોય! અમદાવાદીઓની સભાનતા ચકાસવા પોલીસ બની ચોર, પણ તમે આવી ભૂલ ના કરતાં....

દિવાળીના પર્વને લઈને બજારમાં ખરીદીની ભીડ જામી છે. ત્યારે અનેક ચોર ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે. જેઓ ખરીદી કરી રહેલા લોકોની વસ્તુઓને ચોરી કરી રહ્યા છે.

ના હોય! અમદાવાદીઓની સભાનતા ચકાસવા પોલીસ બની ચોર, પણ તમે આવી ભૂલ ના કરતાં....

ઉદય રંજન/અમદાવાદ: દિવાળીના તહેવારોમાં ચોર ટોળકી સક્રિય થાય છે, જેથી ખરીદીમાં મશગુલ રહેશો તો તમારા બાળકનું અપહરણ અને કિંમતી વસ્તુની ચોરી પણ થઈ શકે છે. આવું જ પોલીસના ઝુંબેશમાં સામે આવ્યુ છે. પોલીસના જાગૃતી અભિયાનમા અનેક લોકોની વસ્તુઓ ચોરાઈ અને બાળકોના અપહરણ થયા. જયારે લોકો ખરીદીમાં જ વ્યસ્ત રહ્યા. આ ઝુંબેશ અંતર્ગત પોલીસે લોકોને ચોરોથી સાવચેત રહેવાના પાઠ ભણાવ્યા છે.

દિવાળીના પર્વને લઈને બજારમાં ખરીદીની ભીડ જામી છે. ત્યારે અનેક ચોર ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે. જેઓ ખરીદી કરી રહેલા લોકોની વસ્તુઓને ચોરી કરી રહ્યા છે. પરંતુ ખરીદી કરવામાં મશગુલ એવી મહિલાઓને ખબર જ નથી કે તેમની વસ્તુઓ કેવી રીતે ચોરાઈ રહી છે. પણ જ્યારે ચોરી થઈ રહી છે જેની જાણ થતા મહિલાઓ હેબતાઈ જાય છે. પરંતુ ચોર તેમની સામે છે. કારણ કે ચોર બીજું કોઈ નહીં પરંતુ કારંજ પોલીસ જ છે. જેથી તેમની ચોરી થયેલી વસ્તુઓ પરત મળી ગઈ. 

જો ખરેખર ચોર ટોળકી હોત તો અનેક લોકોની કિંમતી વસ્તુ ચોરાઈ ગઈ હોત. આ દ્રશ્યો લોકોની બેદરકારી છતી કરી રહ્યા છે. મહિલાઓ ખરીદીમાં એટલા મશગુલ છે કે વસ્તુઓ ચોરાઈ રહી હોવાનુ તેમને ભાન જ નથી. મોબાઈલ, પર્સ કે અન્ય કિંમતી વસ્તુઓ બેગમાંથી કાઢવામાં આવે છે. પણ લોકો ખરીદીમાં એટલા ડુબી ગયા છે કે તેમને ધ્યાન જ નથી કે ચોર ચોરી કરી રહ્યો છે.

કારંજ પોલીસે જ્યારે બાળકનું અપહરણ કર્યું ત્યારે બાળક રડી રહ્યું છે. બાળકનું અપહરણ થઈ ગયું. તેના ચહેરા પર ડર દેખાઈ રહ્યો છે. બાળક પોતાના માતાને શોધી રહી છે. પણ તે પોલીસના હાથમાં સલામત છે, કારણ કે બાળકીને ઉઠાવી લેનાર કોઈ હ્યુમન ટ્રાફિકિંગના ગેંગ નથી પરંતુ મહિલા પોલીસ કર્મચારી છે. આ બાળકને બધા જોઈ રહ્યા છે પરંતુ તેના માતા-પિતા કયા જોવા મળ્યા નથી. આ જોવા બાળકીની માતા હસ્તી હસ્તી આવે છે તેને પોતાની દિકરી ખોવાઈ હોય તેવો ડર પણ દેખાતો નથી. પરંતુ મિડીયાને જોઈને બાળકના મા-બાપ પોતાના બાળકને લઈને ભાગી રહ્યા છે. મહિલાઓ ખરીદી કરવામા બાળકોની સલામતીનુ પણ વિચારતી નથી. પોલીસે આ મહિલાને ઠપકો તો આપ્યો..પણ ખરીદીમા બે ધ્યાન રહેતી મહિલાઓને જાગૃત પણ કરી.

શું કહે બાળકનો પરિવાર
દિવાળીના પર્વમાં ખરીદીમાં વ્યસ્ત રહેતા લોકોને જાગૃત કરવા પોલીસ ખુદ ચોર બનીને બજારમાં ચોરી કરી રહી હતી. આ પ્રકારે તેમણે લોકોને જાગૃત કર્યા. પોલીસે ચોર ટોળકીનો ડેટા તૈયાર કર્યો છે. જે ચોર ટોળકી બજારમાં ફરતી હશે તેમને પકડવા માટે વિશેષ સ્કોડની રચના પણ કરાઈ છે. આ ઉપરાંત બજારમાં સ્પીકર અને પોસ્ટર દ્વારા ચોર ટોળકીથી સાવચેત રહેવાની જાહેરાત કરીને લોકોને એલર્ટ પણ કરવામા આવે છે.

બજારમાં સક્રીય થતી ચોર ટોળકીથી સાવચેત રહેવા અને પોતાની કિંમતી વસ્તુઓની તકેદારી રાખવાની પોલીસના અનોખા અભિયાનથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ ઉપરાંત લોકોએ પોલીસના ઝુંબેશને બિરદાવીને પોતાની બેદરકારીનો સ્વીકાર પણ કર્યો. પોલીસે આ અભિયાનથી દિવાળીમાં સક્રિય થતી ચોર ટોળકીથી સાવચેત રહેવાની લોકોને સલાહ આપી છે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news