અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર પુનમે યોજાશે ગુજરાતી 'ખાખી ગરબા', જાણો કોણ આપશે હાજરી?
આ ગરબામાં સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ પોલિસ કમિશનરના સહિત તમામ અધિકારીઓ અને પોલીસ પરિવાર હાજરી આપશે. માનવામાં આવી રહ્યું છે કે 3000થી પણ વધુ પોલીસ અને પરિવાર પૂનમની રાત્રે ગરબામાં જોડાશે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં પ્રથમ વખત ખાખી ગરબાનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂનમની રાત્રે કરવામાં આવ્યું છે. ગરબા એ શક્તિની ઉપાસના સાથે જ નારી શક્તિને સમર્પિત પણ છે. ખાખી એટલે કે પોલીસને પણ એક શકિતના પ્રતિક સમાન માનવામાં આવે છે.
ત્યારે કોઈ પણ તહેવાર સમયે પોલીસ બંધોબસ્તમાં વ્યસ્ત રહી સુરક્ષા પુરી પાડતા હોય છે. ત્યારે તેમને પણ પરિવાર સાથે ગરબા કરવાનો અવસર પ્રાપ્ત થાય તે હેતુથી NGO સાથે ગુજરાત પોલીસની મહિલાઓને સમર્પિત આ ખાખી ગરબાનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું છે.
આ ગરબામાં સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ પોલિસ કમિશનરના સહિત તમામ અધિકારીઓ અને પોલીસ પરિવાર હાજરી આપશે. માનવામાં આવી રહ્યું છે કે 3000થી પણ વધુ પોલીસ અને પરિવાર પૂનમની રાત્રે ગરબામાં જોડાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે