CCTV મુદ્દે ધોકા પછાડતી પોલીસ, IPS અધિકારીનાં આવાસમાં જ કેમેરા નહી, ચોરીનો ભેદ ઉકેલાયો

અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતમાં રહેતા એસીપીના ઘરમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલયો.ક્રાઈમ બ્રાન્ચે આ મામલે 200 જેટલા CCTV ચકાસી 3 શખ્સોની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ ગુનામાં સરકારી વસાહતમાં કામ કરતા કર્મીની સંડોવણી સામે આવી છે.
CCTV મુદ્દે ધોકા પછાડતી પોલીસ, IPS અધિકારીનાં આવાસમાં જ કેમેરા નહી, ચોરીનો ભેદ ઉકેલાયો

મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતમાં રહેતા એસીપીના ઘરમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલયો.ક્રાઈમ બ્રાન્ચે આ મામલે 200 જેટલા CCTV ચકાસી 3 શખ્સોની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ ગુનામાં સરકારી વસાહતમાં કામ કરતા કર્મીની સંડોવણી સામે આવી છે.

અમદાવાદના એચ ડિવિઝનના એસીપી પ્રકાશ પ્રજાપતિના વસ્ત્રાપુરના મકાનમાં ગત અઠવાડિયે ચોરીની ઘટના બની હતી.જે મામલે પોલીસ અને ક્રાઈમની ટિમ તપાસમાં લાગી હતી.ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ મામલે 200 જેટલા CCTV ચકાસીને તેમજ અનેક શકમંદોની પૂછપરછ કરી હતી. જે તપાસમાં ક્રાઈમની ટીમને બાતમી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો આસિફ શેખ પોતાના સાગરીતો સાથે મકરબામાં ઓટો રિક્ષામાં આ ચોરીનો મુદ્દામાલને વેચવા નીકળ્યો છે. જેથી ક્રાઈમની ટીમે જયદીપસિંહ વાઘેલા, આસિફ શેખ તેમજ જગદીશ ચૌહાણ નામના 3 ઈસમોની ધરપકડ કરીને સોનાના 4.97 લાખના દાગીના, જર્મન સિલ્વરના ગ્લાસ થતા 6.50 લાખ રોકડ સહિતનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો.

આરોપીઓની પુછપરછ દરમ્યાન પોલીસ ને જાણવા મળ્યું કે જયદીપસિંહ વાઘેલા નામનો પકડાયેલ શખ્સ સરકારી વસાહતમાં મેઇન્ટેનન્સનું કામ કરતો હોવાથી તેને ફ્લેટના કયા મકાન ક્યારે ખાલી હોય છે, કયા અધિકારી ક્યારે બહાર જાય છે તેની જાણ હતી. જેથી તેને અન્ય બે આરોપીઓ સાથે મળીને એસીપીના ઘરમાં જ્યારે કોઈ ન હતું ત્યારે ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.તેમજ છેલ્લા ઘણા દિવસોથી તેઓ સરકારી વસાહતમાં રેકી કરતા હતા અને મોકો મળતા જ ચોરીને અંજામ આપ્યો હતો.પકડાયેલા આરોપીઓમાંથી આસિફ શેખ અગાઉ રખિયાલ, એલિસબ્રિજ તેમજ વટવા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ચેન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલો છે. જ્યારે જયદીપસિંહ વાઘેલા અસલાલીમાં દેશી દારૂના કેસમાં તેમજ શાહીબાગમાં બેગ લીફટિંગમાં પકડાયો હતો. 

અન્ય આરોપી જગદીશ ચૌહાણ વસ્ત્રાપુરમાં જ વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. મહત્વની વાત તો એ છે કે સોસાયટી અને ફ્લેટના રહીશોને CCTV નાખવા માટે પોલીસ અપીલ કરે છે. અને ક્યારેક તો જાહેરનામાં ભંગના ગુના પણ નોંધે છે. ત્યારે એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીના મકાનમાં ચોરી થતા તપાસમાં સામે આવ્યું કે સરકારી વસાહતમાં જ CCTV લાગ્યા જ નથી. એક તરફ સરકાર CCTV  ફરજીયાત લગાવવાનો આદેશ કરે છે. તેવામાં ઉચ્ચ અધિકારીઓ રહેતા હોય ત્યાં જ CCTV કેમેરા ન લગાવવામાં આવતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news