સુરત : સ્પામાં અડધી રાત્રે દરોડા, 6 લલના ગ્રાહકોને આપી રહી હતી ‘ખાસ’ ટ્રીટમેન્ટ

 સુરતના વરાછા વિસ્તારમા સ્પાની આડમા ચાલી રહેલા કુટણખાના પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડયા હતા. જ્યાંથી પોલીસે 6 લલના તથા ગ્રાહકો મળી કુલ 8 લોકોની અટકાયત કરી હતી.
સુરત : સ્પામાં અડધી રાત્રે દરોડા, 6 લલના ગ્રાહકોને આપી રહી હતી ‘ખાસ’ ટ્રીટમેન્ટ

ચેતન પટેલ/સુરત : સુરતના વરાછા વિસ્તારમા સ્પાની આડમા ચાલી રહેલા કુટણખાના પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડયા હતા. જ્યાંથી પોલીસે 6 લલના તથા ગ્રાહકો મળી કુલ 8 લોકોની અટકાયત કરી હતી.

સુરતના વરાછા પોલીસને બાતમી મળી હતી કે, મારુતિ ચોક પાસે આવેલા સ્પાની દુકાનની આડમા કુટણખાનાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે સ્પામા દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 6 જેટલી લલનાઓ તથા સંચાલક, ગ્રાહક મળી કુલ 8 લોકોની અટકાયત કરવામા આવી હતી. પોલીસ તપાસમા એક મહત્વની વાત બહાર આવી હતી કે 6 લલના પૈકી ત્રણ જેટલી યુવતીઓ બાંગ્લાદેશની હતી. તેઓ રૂપિયા કમાવવાની લાલચ આપી અહી લાવવામા આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ વરાછા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news