આકાશ અને શ્લોકાની રિસેપ્શન પાર્ટીનો લુક આવ્યો સામે, જુઓ First Photo

મુંબઈના  જિયો પાર્કમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું

આકાશ અને શ્લોકાની રિસેપ્શન પાર્ટીનો લુક આવ્યો સામે, જુઓ First Photo

મુંબઈ : ગઈ કાલે મુંબઈના જિયો પાર્કમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં દરેક ક્ષેત્રની ટોચની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી પણ બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી આકાશ અને શ્લોકાની જોડી. બ્લુ કલરની શેરવાનીમાં આકાશ જામતો હતો જ્યારે શ્વેતાએ ગોલ્ડન લહેંગો પહેરવાનું પસંદ કર્યુ હતું. આ પાર્ટીમાં સૌથી પહેલાં રાજકુમાર હિરાની પોતાના પત્ની સાથે પહોંચ્યા હતા. આ પછી વિધુ વિનોદ ચોપડા પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. 

આકાશ અંબાણી અને શ્વેતા મહેતાના લગ્ન શનિવારે મુંબઈમાં ધામધૂમથી સંપન્ન થયા છે. આ લગ્ન દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રૂપની બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે આવેલા નવા સંમેલન કેન્દ્રમાં થયા હતા. આ કેન્દ્ર ધીરુભાઈ અંબાણી સ્કૂલની સાવ નજીક છે. નોંધનીય છે કે આ સ્કૂલમાં જ આકાશ અને શ્લોકાએ એકસાથે અભ્યાસ કર્યો હતો. 

આ લગ્ન માટે જિયો વર્લ્ડ સેન્ટરની અંદર બનેલા કોરિડોરમાં જાનૈયાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં બોલિવૂડના ગીતો પર સ્ટાર્સે ડાન્સ કર્યા હતા. આ લગ્ન સમારંભમાં રજનીકાંત, અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરૂખ ખાન, રણબીર કપૂર, પ્રિયંકા ચોપડા, વિદ્યા બાલન, અભિષેક બચ્ચન તેમજ ઐશ્વર્યા રાય બચ્ચન જેવા અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. 

(ફોટો સાભાર : યોગેન શાહ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news