7 નદીઓના જળથી ભક્તોએ સાફ કર્યું આખુ અંબાજી મંદિર, કરી પ્રક્ષાલન વિધિ

 જગવિખ્યાત યાત્રાધામ અને માતાજીના 52માં શક્તિપીઠમાંનું એક એવા અંબાજી માતાનો ભાદરવી પૂનમનો મેળો રંગેચંગે સંપન્ન થયો હતો. 19 થી 25 સપ્ટેમ્બર સુધી ચાલેલા આ મેળામાં આ વર્ષે 26 લાખથી વધુ ભાવિકભક્તોએ દર્શન કર્યાં હતા. મેળા બાદ અંબાજી ધામમાં પ્રક્ષાલનની ખાસ વિધિ કરવામાં આવે છે. જેમાં મંદિરની શાસ્ત્રોક્ત વિધિથી સ્વચ્છ કરવામાં આવે છે. આજે શનિવારના રોજ મંદિરના પટાંગણમાં ભાવિક ભક્તોએ મંદિરને ધોઈને ચોખ્ખુચણાક કર્યું હતું.
7 નદીઓના જળથી ભક્તોએ સાફ કર્યું આખુ અંબાજી મંદિર, કરી પ્રક્ષાલન વિધિ

જયદેવ દવે/અંબાજી : જગવિખ્યાત યાત્રાધામ અને માતાજીના 52માં શક્તિપીઠમાંનું એક એવા અંબાજી માતાનો ભાદરવી પૂનમનો મેળો રંગેચંગે સંપન્ન થયો હતો. 19 થી 25 સપ્ટેમ્બર સુધી ચાલેલા આ મેળામાં આ વર્ષે 26 લાખથી વધુ ભાવિકભક્તોએ દર્શન કર્યાં હતા. મેળા બાદ અંબાજી ધામમાં પ્રક્ષાલનની ખાસ વિધિ કરવામાં આવે છે. જેમાં મંદિરની શાસ્ત્રોક્ત વિધિથી સ્વચ્છ કરવામાં આવે છે. આજે શનિવારના રોજ મંદિરના પટાંગણમાં ભાવિક ભક્તોએ મંદિરને ધોઈને ચોખ્ખુચણાક કર્યું હતું.

આજે મા અંબાના ગર્ભગૃહ સહિત મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી. ભાદરવી પૂનમનો મેદો સંપન્ન થયા બાદ જ આ વિધિ યોજાતી હોય છે. જેમાં મંદિરમાં રહેલ શ્રી યંત્ર આજના દિવસે બહાર લાવવામાં આવે છે. તેથી આ વિધિનું મહત્વ અનેકગણું હોય છે. બપોરે એક વાગ્યે આ વિધિ શરૂ કરાઈ હતી.

vlcsnap-2018-09-29-17h55m55s429.png

આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માણસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. માં અંબાના ગર્ભગૃહ સહિત સોના-ચાંદીના આભૂષણોને ગંગાજળ અને સરસ્વતીના નીર સહીત અનેક નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવ્યા હતા. પ્રક્ષાલન વિધિ માટે સાત નદીઓના જળ લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ શુભ મુર્હુતમાં તેને માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરાયા હતા.

vlcsnap-2018-09-29-17h55m47s869.png

પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજીમાં આવી પહોંચતા અનેરો ભક્તિમય માહોલ સર્જાયો હતો. પાવન એવી પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સહ પરિવાર મા અંબાના દર્શને પહોંચ્યો હતા. તેમણે પ્રક્ષાલન વિધિનો લ્હાવો લીધો હતો. મા અંબાનું વિષા યંત્ર પોતાના માથે મૂકીને ધ્યાનતા અનુભવી હતી.

vlcsnap-2018-09-29-17h55m18s291.png

કહેવાય છે કે, પ્રક્ષાલન વિધિ કરવાથી અનેકગણુ પુણ્ય મળે છે. તેથી જ આ વિધિમાં ભાગ લેવા અને યાત્રાધામને પવિત્ર કરવાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

vlcsnap-2018-09-29-17h54m52s733.png

રંગેચંગે સંપન્ન થયો ભાદરવી પૂનમનો મેળો
25મી સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપન થયું હતું. જેમાં 26 લાખ જેટલા ભક્તોએ માં અંબાના દર્શનનો લાભ લીધો હતો. આ મેળામાં મંદિર પ્રશાસન દ્વારા 25 લાખથી વધુ પ્રસાદીના પેકેટનું વિતરણ કરાયું હતું. સાડા ત્રણ લાખ કરતા વધુ લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો. આ વર્ષે માતાજીને 8 હજાર જેટલી ધજા ચઢાવવામાં આવી હતી. તો મંદિરને 1 કરોડ 92 લાખ જેટલી આવક થઈ છે. દાનમાં 1.60 કિલો સોનું પણ આવ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news