જો CAB બિલ પાસ થયું તો અસમની ભાજપ સરકારને સમર્થન નહી: AGP
કેન્દ્રનું નાગરિક સંશોધન બિલ 2016 બિલ વિવાદમાં ઘેરાયું હતું, તેનું ઉત્તર-પૂર્વમના રાજ્યમાં વિરોધ થઇ રહ્યો છે
Trending Photos
નવી દિલ્હી : અસમ સરકારમાં સમાવિષ્ટ અસમ ગણ પરિષદના નાગરિક સંશોધન બિલ 2016ના મુદ્દા પર સમર્થન પરત ખેંચવાની ધમકી ઉચ્ચારી છે. અસમ સરકારમાં મંત્રી અતુલ બોરાએ કહ્યું કે, હાલ પરિષદ સરકારની સાથે છે પરંતુ જો કેન્દ્રએ સંસદમાં નાગરિક સંશોધન બિલ 2016 (Citizen Amendment Bill 2016 ) પાસ કરી દીધું તો અમે રાજય સરકારની સાથેનું પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રનું નાગરિક સંશોધન બિલ 2016 વિવાદોથી ઘેરાઇ ગયું છે. આ બિલનો ઉત્તરપુર્વના રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે. આ બિલના અનુસાર બાંગ્લાદેશન, પાકિસ્તાનના લઘુમતિ નાગરિકોને પણ સરળતાથી નાગરિકતા આપવાનું પ્રાવધાન છે. પૂર્વોત્તરના રાજ્યોમાં આ બિલના વિરોધમાં આંદોલન કરી રહેલી પાર્ટીઓનું કહેવું છે કે તેના કારણે એક ખોટી પરંપરાની શરૂઆત થશે. અસમમાં અસમ ગણ પરિષદ જોર-શોરની સાથે આ બિલનો વિરોધ કરી રહી છે.
Currently, we (Asom Gana Parishad) are a part of the BJP led Assam govt. If Centre passes the Citizen Amendment Bill 2016 in the Parliament then we will break our alliance with the state govt: Atul Bora, Assam Minister pic.twitter.com/pcWlxyppVj
— ANI (@ANI) September 29, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, અસમમાં ભાજપે અસમ ગણ પરિષદના સમર્થનથી સરકાર બનાવી હતી. અહીં 2016માં થયેલ ચૂંટણીમાં ભાજપે રાજ્યની 126 સીટોમાંથી 60 પર જીત પ્રાપ્ત કરી હતી. જો કે સરકાર બનાવવા માટે જરૂરી 64 સીટો માટે ભાજપને અસમ ગણ પરિષદ પાસેથી સમર્થન લેવું પડ્યું હતું.
હાલમાં જ સંયુક્ત સંસદીય સમિતી (જેપીસી) આ બિલ અંગે તમામ પક્ષોના મંતવ્ય જણાવવા માટે ઉત્તરપુર્વની મુલાકાત ગઇ હતી ત્યાર બાદ આ કેસ ફરીથી જોર પકડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદે આ બિલે જેપીસીને સોંપ્યો હતો. 2016માં આ બિલ કેન્દ્રીય કેબિનેટની મંજુરી મળ્યા બાદ સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે