નોબેલના મંચ પર ભારતીય અંદાજ, પત્ની સાથે પરંપરાગત પોષાકમાં નોબેલ લેવા પહોંચ્યા અભિજીત

ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત વિનાયક બેનરજી ( Abhijeet Banerjee)  અને તેમના ફ્રાન્સીસી મૂળના અમેરિકી પત્ની એસ્થર ડુફ્લો તથા તેમના અમેરિકી સહયોગી માઈકલ ક્રેમરને અત્રે અર્થશાસ્ત્રના પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર (Nobel Prize) થી સન્માનિત કરાયા. આ સમારોહમાં જ્યાં એકબાજુ અન્ય લોકો સૂટબૂટમાં જોવા મળ્યાં ત્યાં અભિજીત તેમના પત્ની સાથે પરંપરાગત ભારતીય પોષાકમાં પહોંચ્યા હતાં. 

Updated By: Dec 12, 2019, 09:07 PM IST
નોબેલના મંચ પર ભારતીય અંદાજ, પત્ની સાથે પરંપરાગત પોષાકમાં નોબેલ લેવા પહોંચ્યા અભિજીત

સ્ટોકહોમ: ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત વિનાયક બેનરજી ( Abhijeet Banerjee)  અને તેમના ફ્રાન્સીસી મૂળના અમેરિકી પત્ની એસ્થર ડુફ્લો તથા તેમના અમેરિકી સહયોગી માઈકલ ક્રેમરને અત્રે અર્થશાસ્ત્રના પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર (Nobel Prize) થી સન્માનિત કરાયા. આ સમારોહમાં જ્યાં એકબાજુ અન્ય લોકો સૂટબૂટમાં જોવા મળ્યાં ત્યાં અભિજીત તેમના પત્ની સાથે પરંપરાગત ભારતીય પોષાકમાં પહોંચ્યા હતાં. 

જાણો કોણ છે અભિજીત બેનરજી, જેમને મળ્યો છે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

અભિજીત આ અવસરે એક બંધગળાના કૂર્તા અને ધોતીમાં જોવા મળ્યા હતાં તથા એસ્થરે બ્લ્યુ રંગની સાડી  પહેરી હતી. વેબસાઈટ ધ નોબલ પ્રાઈઝે આ અંગે ટ્વીટ કરી. "આજે હેશટેગનોબેલપ્રાઈઝએવોર્ડ સેરેમનીમાં  અભિજીત બેનરજી, એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને પદક અને ડિપ્લોમા સ્વીકાર કરતા જુઓ, અભિનંદન!"

અત્રે જણાવવાનું કે આ વર્ષનો નોબેલ પુરસ્કાર તેમને વૈશ્વિક સ્તર પર ગરીબી નિવારવા માટે કરવામાં આવેલા પ્રયોગાત્મક કાર્યોના આધાર પર મળ્યો. આ ટ્વીટર પોસ્ટ પર દુનિયાભરથી શુભેચ્છાનો વરસાદ વરસ્યો. તેને 1.4 હજારવાર રીટ્વીટ કરાઈ અને 3.6 હજાર લોકોએ લાઈક કરી. ત્રણેય વિજેતાઓને પદક ઉપરાંત નવ મિલિયન સ્વીડિશ ક્રોના (લગભગ 6.5 કરોડ રૂપિયા) ઈનામ તરીકે મળ્યાં. 

જુઓ LIVE TV

આ રકમ ત્રણેયમાં સરખે ભાગે વહેંચાશે. ટ્વીટર પર અભિજીત બેનરજી ટ્રેન્ડમાં રહ્યાં. લોકોએ પણ તેમના ખુબ વખાણ કર્યાં. સમારોહમાં તેમને ભારતીય પોષાકમાં જોઈને 'સોને પે સુહાગા' જેવું લાગ્યું. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube