પ્રોજેક્ટ સતર્ક: ઘટનાઓ ઘટે તે પહેલા જ અટકાવવા માટે સોલા પોલીસ દ્વારા અનોખો પ્રયાસ
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદનાં પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ ચોરી, લૂંટ અને મારામારી સહિતની ધટનાઓ વધતી જાય છે. તેમાં પણ પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુર, સોલા અને બોપલમાં છેલ્લાં 2 મહિનાના સમયગાળા દરમિયાન અનેક આવી ધટનાઓ બનતા પોલીસ સતર્ક બની છે. જેને પગલે પોલીસે પ્રોજેક્ટ સતર્ક શરૂ કર્યો છે. જેનાથી આ વિસ્તારની ગુનાહિત ધટનાઓ અટકાવી શકાય. મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારમાં ચેન સ્નેચિંગ, વાહન ચોરી, ધરફોડ ચોરી, લૂંટ અને અપહરણ જેવી ધટનાઓમાં છેલ્લાં બે મહિનાથી વધારો થયો છે.
બોપલમાં ટૂંકા સમયગાળામાં બે લૂંટની ધટના બનતા પીઆઈની બદલી પણ કરી દેવામાં આવી છે.અને સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકીના અપહરણનો ચકચાલી કેસ 7 દિવસે મહામહેનતે ઉકેલાયો છે. આ પ્રકારની ધટનાઓ અટકાવી શકાય છે પણ તે માટે જરૂરી માર્ગદર્શન કે ધ્યાન રાખવા જેવી બાબતોથી નાગરિકોને માહિતગાર કરવા સોલા પોલીસે પ્રોજેક્ટ સતર્ક શરૂ કર્યો છે. જે પ્રોજેક્ટ થકી આ પ્રકારની ધટનાઓને બનતા અટકાવી શકાય.
પ્રોજેક્ટ સતર્ક અંતર્ગત કરવામાં આવતી કામગીરી અંગે સોલા હાઈકોર્ટે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. જાડેજાએ જણાવ્યું કે, ગંભીર પ્રકારનાં ગુનાથી લોકો કઈ રીતે બચી શકે, ઘરમાં થતી ચોરી કઈ રીતે અટકાવી શકાય, સાયબર ક્રાઈમથી કઈ રીતે નુકસાન થતું અટકાવી શકાય તેવા તમામ પ્રશ્નોની માહિતી પોલીસ સ્ટેશન તેમજ સોલા પોલીસનાં હસ્તક આવતી તમામ પોલીસ ચોકીઓમાં લગાવવામાં આવ્યા છે. સાથોસાથ પોલીસ દ્વારા પેમ્ફલેટ બનાવીને પણ પોલીસ સ્ટેશનમાં આવતા તમામ લોકોને આપવાનુ આયોજન કર્યુ છે.
આ પ્રોજેક્ટ થતી પશ્ચિમ વિસ્તારમાં થતી ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવામાં ચોક્કસથી પોલીસને સફળતા મળી શકે છે. મહત્વનુ છે કે સોલા પોલીસે થોડાક સમય પહેલાં ઘરફોડ ચોરીઓને અટકાવવા માટે તમામ સોસાયટીઓમાં પેટ્રોલીંગ કરતા સમયે સુઈ રહેલા સિક્યુરીટી ગાર્ડના ફોટો પણ સોસાયટીનાં સભ્યોને મોકલી સતર્ક રહેવા સૂચન કર્યુ હતું. તેમજ હાલમાં જ સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની બાળકીનુ અપહરણ કરનાર મહિલાને અથાગ મહેનત કરી ઝડપી હતી. ત્યારે અન્ય નાની મોટી ધટનાઓ ટાળવા માટે પોજેક્ટ સતર્ક ખૂબ ઉપયોગી નિવડી શકે તેમ છે. ત્યારે જોવાનુએ રહ્યું કે, આ પ્રોજેક્ટ સતર્ક સોલા વિસ્તારમાં થતી ગુનાહિત પ્રવૃતિઓને કેટલા અંશે અટકાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે