10 રૂ.માં મળતો કેરી-શેરડીનો રસ પીવા મન લલચાય છે? આંખ ખોલી નાખતા સમાચાર અને Video
લોકો માનતા હોય છે કે સોફ્ટ ડ્રિન્ક કરતા આ કુદરતી પીણાં શરીર માટે વધારે ફાયદાકાર છે
Trending Photos
રાજકોટ : રાજકોટ સહિત આખા ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે લોકોઆ ગરમીથી બચવા કેરી કે શેરડીનો રસ પીવાનું પસંદ કરતા હોય છે. તેઓ એવું માનતા હોય છે કે સોફ્ટ ડ્રિન્ક કરતા આ કુદરતી પીણાં શરીર માટે વધારે ફાયદાકાર છે પણ કેટલાક વેપારીઓ પોતાનો નફો કમાવવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. શેરડી કે કેરીના રસ વેચતા વેપારીઓ રસને વધુ મીઠો બનાવવા માટે ખાસ પ્રકારના એસન્સ અને સેકરીનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં પણ આવા લેભાગુ વેપારીઓ કેરી અને શેરડીના રસમાં મિલાવટ કરતા ઝડપાયા છે.
હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ પાંચ જેટલી ટીમો બનાવી કેરી અને શેરડીના રસના વેપારીઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગય વિભાગ દ્વારા શહેરના કોઠારિયા રોડ પર રસના વેપારીઓ પર તપાસ હાથ ધરી હતી જેમાં શેરડી અને કેરીના રસમાં કલર અને સેકરીનની મિલાવટ થતી હોવાનું સામે આવ્યું છે. આ સિવાય
સામાન્ય રીતે કલર અને કેમિકલ મિક્સ થયેલો રસ પીવાથી શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. જો વધુ પ્રમાણમાં કેમિકલયુક્ત રસ પીવામાં આવે તો કેન્સર પણ થઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે