રાજકોટ: પંચરની દુકાન ધરાવતા યુવકની લોહીથી લથબથ લાશ મળતા ચકચાર

શહેરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ સામાન્ય બનતી જઇ રહી છે. રાજકોટ શહેરની ભાગોળે આવેલા વિરડા વાજડી ગામે બિહારના મુસ્લિમ યુવકની તેની જ દુકાન નજીકથી લોહીનિંગળતી લા મળતા ચકચાર મચી જવા પામી હતી.
રાજકોટ: પંચરની દુકાન ધરાવતા યુવકની લોહીથી લથબથ લાશ મળતા ચકચાર

રાજકોટ : શહેરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ સામાન્ય બનતી જઇ રહી છે. રાજકોટ શહેરની ભાગોળે આવેલા વિરડા વાજડી ગામે બિહારના મુસ્લિમ યુવકની તેની જ દુકાન નજીકથી લોહીનિંગળતી લા મળતા ચકચાર મચી જવા પામી હતી.

આ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવતા તત્કાલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ મુદ્દે પોલીસ દ્વારા એડીનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. 

હાલ તો યુવકની હત્યા થઇ હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ માની રહી છે. યુવકના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. જો કે પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પોલીના જણાવ્યા અનુસાર મુળ બિહારનો અને વાજડી ગામે છેલાલા 9 વર્ષથી પંચરની દુકાન ચલાવતો મહમદ શાહ નામનો 27 વર્ષીય યુવક કામ કરો હતો. તે પોતાનાં 2 સંતાનો અને પત્ની સાથે રહેતો હતો. જો કે તેની હત્યા થતા સમગ્ર પરિવાર નિરાધાર થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news