'રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા રાતોરાત નકશો બદલાયો': રાજકોટમાં સ્થાનિકોનો આક્ષેપ

રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. TP રોડ નીકળતો હોવાથી અનેક ઘર કપાતમાં આવતા હોવાથી 200થી વધુ મહિલાઓ અને પુરુષો ભેગા થયા હતા. TP સ્કીમના કારણે પોતાના ઘર કપાતમાં જતા રહેવાના હોવાથી પોતાનો આશિયાનો બચાવવા માટે અહીં સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો છે.

'રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા રાતોરાત નકશો બદલાયો': રાજકોટમાં સ્થાનિકોનો આક્ષેપ

ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. TP રોડ નીકળતો હોવાથી અનેક ઘર કપાતમાં આવતા હોવાથી 200થી વધુ મહિલાઓ અને પુરુષો ભેગા થયા હતા. TP સ્કીમના કારણે પોતાના ઘર કપાતમાં જતા રહેવાના હોવાથી પોતાનો આશિયાનો બચાવવા માટે અહીં સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો છે.

અંકુર રોડ પર TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં આવતા હોવાથી લોકો એકઠા થયા હતા. જ્યાં સ્થાનિક લોકોએ તંત્ર પર મોટા આક્ષેપ કર્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા માટે મનપાએ રાતોરાત નકશો બદલ્યો છે. પહેલાના નકશામાં આ વિસ્તાર કપાતમાં આવતો નહોતો, પરંતુ અચાનક નકશો બદલીને મોટા માણસોને બચાવવા માટે નાના માણસોના ઘર તોડવામાં આવી રહ્યા છે.

રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકોનો હલ્લાબોલ અને વિરોધ દરમિયાન 2 લોકો બેભાન થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news