આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી! શ્રીખંડ-માવા મલાઈના નમૂના ઉનાળામાં લીધા, રિપોર્ટ શિયાળામાં આવ્યો!

આરોગ્ય વિભાગે ઉનાળામાં લીધેલા કેસર શ્રીખંડ અને માવા મલાઈ આઈસ્ક્રીમનાં નમૂનાનો રિપોર્ટ શિયાળામાં જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. શ્રીખંડમાં અખાદ્ય કલરની ભેળસેળ હોવાની પોલ ખુલી પડી છે. પરંતુ હવે શું? ઉનાળામાં અખાદ્ય ચીજોનો રિપોર્ટ હવે આવ્યો છે.

આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી! શ્રીખંડ-માવા મલાઈના નમૂના ઉનાળામાં લીધા, રિપોર્ટ શિયાળામાં આવ્યો!

દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટમાં આરોગ્ય વિભાગની સૌથી મોટી ઘોર બેદરકારી સામે આવી છે. ઉનાળામાં લીધેલા અખાદ્ય જથ્થાના નમુનાનો રિપોર્ટ હવે આવ્યો છે, એટલે ઉનાળામાં લીધેલા નમુનાનો રિપોર્ટ શિયાળામાં આપ્યો છે. આરોગ્ય વિભાગે રાજકોટમાં શ્રીખંડ, આઈસ્ક્રીમ અને માવા મલાઈના નમૂના લીધા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોય તે વાત હવે લોકો સામે ખુલ્લી પડી ગઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આરોગ્ય વિભાગે ઉનાળામાં લીધેલા કેસર શ્રીખંડ અને માવા મલાઈ આઈસ્ક્રીમનાં નમૂનાનો રિપોર્ટ શિયાળામાં જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. શ્રીખંડમાં અખાદ્ય કલરની ભેળસેળ હોવાની પોલ ખુલી પડી છે. પરંતુ હવે શું? ઉનાળામાં અખાદ્ય ચીજોનો રિપોર્ટ હવે આવ્યો છે. એટલે કે લોકોએ સ્વાસ્થ્ય માટે હાનિકારણ શ્રીખંડ ખાઈ લીધા બાદ હવે તેનો રિપોર્ટ જાહેર કરવાનો શું મતલબ છે? એટલું જ નહીં, માવા બાદમ આઈસ્ક્રીમમાં નિયત માત્રાનું ફેટ ન મળતા નમૂનો ફેઇલ હોવાનું જાણવા મળ્યું છે. 

બીજી બાજુ ઉનાળામાં મચ્ચું ભરવાની સીઝન હોય છે, ત્યારે મરચાનો નમૂનો પણ નિયમ મુજબ નાપાસ થતા 10 હજારનો દંડ પેઢીને ફટકારાયો છે. આ સિવાય શ્રીખંડ અને આઈસ્ક્રીમ બંને પેઢી સંચાલકોને 15-15 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે. શહેરમાં શિયાળો જામતા જુદા જુદા 30 સ્ટોરમાંથી ચીકીના અને ફરસાણનાં નમૂના લેવામાં આવ્યા છે. પરંતુ આ રિપોર્ટ ક્યારે આવશે તેને લઈને લોકોમાં અનેક શંકાકુશંકા છે.

મહત્વનું છે કે, રાજકોટ મહાનરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત ઉનાળામાં અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ઉનાળામાં શ્રીખંડ અને માવા મલાઈના નમૂના લેવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ હવે આવ્યો છે. મહિનાઓ પહેલા લેવામાં આવેલા નમૂના ફેલ થતાં ખળભળાટ મચ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news