સાવધાન ગુજરાત, પાડોશી રાજ્યની ટોળકીએ સોનીને લૂંટી લીધો

મધ્ય પ્રદેશનું જામ્બુવા તેની ગુનાખોરી માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના 4 આદિવાસી યુવાનોએ ગુજરાતમાં આવીને ગુનાખોરી કરવાની શરૂઆત કરી. ત્યાં જ રાજકોટ પોલીસે તમામને પકડી લીધા. આ આદિવાસીઓએ ધોરાજીના ઝાંઝમેરમાં સોનીનો ધંધો કરતા સોની વેપારીને લૂંટી લીધા હતા. રાજકોટ LCB એ આ લૂંટારાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 
સાવધાન ગુજરાત, પાડોશી રાજ્યની ટોળકીએ સોનીને લૂંટી લીધો

દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા :મધ્ય પ્રદેશનું જામ્બુવા તેની ગુનાખોરી માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના 4 આદિવાસી યુવાનોએ ગુજરાતમાં આવીને ગુનાખોરી કરવાની શરૂઆત કરી. ત્યાં જ રાજકોટ પોલીસે તમામને પકડી લીધા. આ આદિવાસીઓએ ધોરાજીના ઝાંઝમેરમાં સોનીનો ધંધો કરતા સોની વેપારીને લૂંટી લીધા હતા. રાજકોટ LCB એ આ લૂંટારાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

કોણ છે લૂંટારા? શું હતી ઘટના? કેમ થઇ લૂંટ?
12 જાન્યુઆરીના રોજ ઉપલેટાના રહેવાસી અને ધોરાજીના ઝાંઝમેર ગામે સોનીની દુકાન ચાલવીને સોનીનો ધંધો કરતા રમેશભાઈ અમૃતલાલ જોગીયા ઝાંઝમેર ગામે શિવ જ્વેલર્સ નામની પોતાની દુકાન બંધ કરીને ઉપલેટા પોતાના એક્ટિવા મોટર સાયકલ ઉપર પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને માથાના ભાગે જોરદાર માર માર્યો હતો. જેને કારણે તેમનો એક્ટિવા પરથી કાબુ જતો રહેતા તેઓ રોડની સાઈડના ખાડામાં પડી ગયા હતા. ત્યારે પાછળ મોટર સાયકલ ઉપર આવેલ લૂંટારાઓએ રમેશભાઈના આંખમાં મરચાની ભૂકી છાંટીને તેમની પાસે રહેલ થેલો લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર રાજકોટ જિલ્લા પોલીસ ધંધે લાગી હતી.

કોણ છે લૂંટારા? કેવી રીતે પકડી પાડવામાં આવ્યા?
સોની વેપારી રમેશભાઈને લૂંટી લેનાર તમામ લૂંટારા યુવાન છે. રાજકોટનો રહેવાસી 22 વર્ષનો દિલીપ ઉર્ફે દીપો ખીરૂભાઈ ભુરીયા, ગોંડલ તાલુકાના કોલીથડ ગામનો 24 વર્ષનો રવિ સુરેશભાઈ ઉર્ફે જયેશભાઇ ભુરીયા પકડાયો છે. ઝાંઝમેર ગામનો 32 વર્ષનો મુકેશ શામજીભાઈ પરમાર, 36 વર્ષના લાલચંદ ઉર્ફે લાલો ગુલાજી ભેરિયાને પકડી પાડવામાં આવ્યા છે. જેઓ મધ્યપ્રદેશના વતની છે.

પકડાયેલ લૂંટારાઓએ લૂંટ માટે ખાસ પ્લાન કર્યો હતો. ઝાંઝમેરમાં રહેતા 2 લુંટારાઓએ પહેલા તો રમેશભાઈ દુકાન બંધ કરીને નીકળ્યા ત્યારે બે સાથીદારોએ મોબાઈલ ફોન ઉપરથી જાણ કરી હતી અને પછી જ્યારે રમેશભાઈ ઝાંઝમેર અને સુપેડી ગામ વચ્ચે અવાવરું જગ્યા ઉપર પહોંચ્યા હતા ત્યારે પાછળથી પહેલેથી જ રેકી કરતા આવતા લૂંટારુઓએ તક જોઈને સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો : વાસી ઉત્તરાયણની મધરાતે અમદાવાદમાં આગનો બનાવ, લાકડાનું ગોડાઉન બળીને ભસ્મીભૂત થયું 

રાજકોટ પોલીસે આ લૂંટારુઓને પકડવા માટે આ વિસ્તારના CCTV તપાસ્યા હતા. તેમાં આ લૂટારોમાંથી 2 ની શંકાસ્પદ હિલચાલ જોવા મળતા અને આ વિસ્તારના મોબાઈલ ટાવરની અંદરના નંબર પણ કાઢીને લૂંટારુઓને પકડી પાડ્યા હતા. આ લૂંટારુ ટોળકી મૂળ મધ્યપ્રદેશના જામ્બુવા જિલ્લાની છે અને બધા આદિવાસી છે. જામ્બુવા જિલ્લો ગુનાખોરીની દુનિયામાં બહુ પ્રખ્યાત છે. હાલ તો બીજા રાજ્યમાંથી આવીને ગુનાખોરી કરતા આ 4 શખ્સોને ધોરાજી પોલીસે અને રાજકોટ LCB એ પકડી પાડ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news