મુફ્તી મોહમ્મદ સઈદના એક નિર્ણયના કારણે પુલવામામાં CRPFના 40 જવાન થયા શહીદ? 

પુલવામામાં થયેલા ફિદાયીન હુમલામાં CRPFના 40 જવાનોની શહાદત પર આખો દેશ આઘાતમાં સરી પડ્યો છે. દેશમાં લોકો પોત પોતાની રીતે ગુસ્સો અને આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. ભારત સરકાર આ ફિદાયીન હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહી છે. આવામાં એ વાતની પણ તપાસ થઈ રહી છે કે આખરે આપણાથી ક્યાં અને કેવી રીતે આટલી મોટી ચૂક થઈ ગઈ કે જેના કારણે આતંકીઓ આટલી મોટી ઘટનાને અંજામ આપવામાં સફળ નીવડ્યાં. 
મુફ્તી મોહમ્મદ સઈદના એક નિર્ણયના કારણે પુલવામામાં CRPFના 40 જવાન થયા શહીદ? 

શ્રીનગર: પુલવામામાં થયેલા ફિદાયીન હુમલામાં CRPFના 40 જવાનોની શહાદત પર આખો દેશ આઘાતમાં સરી પડ્યો છે. દેશમાં લોકો પોત પોતાની રીતે ગુસ્સો અને આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. ભારત સરકાર આ ફિદાયીન હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહી છે. આવામાં એ વાતની પણ તપાસ થઈ રહી છે કે આખરે આપણાથી ક્યાં અને કેવી રીતે આટલી મોટી ચૂક થઈ ગઈ કે જેના કારણે આતંકીઓ આટલી મોટી ઘટનાને અંજામ આપવામાં સફળ નીવડ્યાં. 

આ બધા વચ્ચે મુફ્તી મોહમ્મદ સઈદની સરકારમાં લેવાયેલો એક ફેસલો એવો હતો જે તરફ સેનાના વિશેષજ્ઞો વારંવાર ધ્યાન દોરી રહ્યાં છે. વાત જાણે એમ છે કે વર્ષ 2002 સુધી ભારતીય સેનાના કાફલાને જમ્મુ અને કાશ્મીરમાં ખાસ સુરક્ષા પ્રદાન કરાતી હતી. જે મુજબ જ્યારે પણ ભારતીય સુરક્ષાદળોનો કાફલો જમ્મુ અને કાશ્મીરમાં કોઈ પણ સ્થળેથી પસાર થતો તો રસ્તાઓ ખાલી  કરી નાખવામાં આવતા હતાં. 

સુરક્ષાદળોના કાફલા વચ્ચે કોઈ વાહન ન આવી શકે તે માટે રસ્તાના કિનારે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી નાખવામાં આવતી હતી. વર્ષ 2002-03માં તત્કાલિન મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદે એમ કહીને આ નિયમ હટાવી નાખ્યો હતો કે તેનાથી સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓ પડે છે. સઈદનું કહેવું હતું કે સુરક્ષાદળો પણ દેશના સામાન્ય નાગરિકો છે અને આવામાં કાફલાને અલગથી સુરક્ષા આપવાની કોઈ જરૂર નથી. 

નિયમમાં ફેરફાર થયા બાદ સેનાના કાફલાકોઈ પણ સુરક્ષા વગર જમ્મુ અને કાશ્મીરના રસ્તાઓ પરથી પસાર થવા લાગ્યાં. પુલવામા આતંકી હુમલામાં આ ખામી ઉડીને સામે આવી છે. અહીં જ્યારે સેનાનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે જૈશના ફિદાયીન હુમલાખોરે 100 કિગ્રા વિસ્ફોટકો ભરેલી કારથી સીઆરપીએફની બસને ટક્કર મારી જેના કારણે 40 જવાનો શહીદ થયાં. 

કહેવાય છે કે જો જૂનો નિયમ લાગુ હોત તો કદાચ વિસ્ફોટકો ભરેલી કાર સેનાના કાફલા સુધી પહોંચી શકત નહીં. કહેવાય છે કે પુલવામા જિલ્લામાં થયેલા હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પહોંચેલા  ગૃહમંત્રી રાજનાથ સિંહની સામે સીઆરપીએફના જવાને આ નિયમ ફરીથી લાગુ કરવાની માગણી કરી છે. 

વાહન ચેકિંગ બંધ કરાતા પણ થયું નુકસાન
વિસ્ફોટકોથી ભરેલી ગાડી સીઆરપીએફની બસ સાથે અથડાવીને ઉડાવી દેવાની ઘટના માટે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ 2014માં સરકાર તરફથી બદલવામાં આવેલા એક નિયમને જવાબદાર  ઠેરવ્યો છે. 

વરિષ્ઠ નેતા અને વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું કે વર્ષ 2014માં સરકારે નિયમમાં ફેરફાર કરતા ચેક પોઈન્ટ પર કોઈ પણ વાહનને રોકવાનો કે તેના પર બળ પ્રયોગ કરવાનો અધિકાર સુરક્ષાદળો પાસેથી છીનવી લીધો હતો. આ જ કારણે વિસ્ફોટક ભરેલી કાર સીઆરપીએફની બસ પાસે પહોંચી અને દેશે આટલું મોટું નુકસાન સહન કરવું પડ્યું. 

તેમણે જણાવ્યું કે સરકાર આ આદેશ એટલા માટે લાવી હતી  કારણ કે સેનાના કેટલાક જવાનોએ એક મારુતિ કાર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ જવાનો પર કેસ ચાલ્યો હતો અને આજે પણ તેઓ  જેલમાં છે. 

અત્રે જણાવવાનું કે 3જી નવેમ્બર 2014ના રોજ બડગામમાં 53, રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ એક સફેદ મારુતિ કાર પર ફાયરિંગ કર્યું હતું. આ કાર બે ચેક પોઈન્ટ તોડીને આગળ વધી રહી હતી. જવાનોને શંકા ગઈ કે તેમા આતંકીઓ હોઈ શકે છે. જવાનોએ કાર પર ફાયરિંગ કરતા બે યુવકો માર્યા ગયા હતાં. 

તપાસમાં માલુમ પડ્યું હતું કે પાંચ યુવકો મોહર્રમના જૂલુસથી કારમાં પાછા ફરી રહ્યાં હતાં. જેમાંથી બેના મોત થયા હતાં. આ મામલે ચાર સૈનિકો દોષિત ઠર્યા હતાં અને તેઓ સજા કાપી  રહ્યાં છે. આ ઘટના બાદ જમ્મુ અને કાશ્મીરમાં ખુબ વિવાદ થયો હતો. અને આ વિવાદ બાદ સરકારે ચેક પોઈન્ટ્સ પર ગાડીઓને બળ પ્રયોગ કરીને રોકવાના નિયમ પર પાબંદી લગાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news