આંખથી ભલે નેત્રહીન પરંતુ મનની આંખથી રાજકોટની આઠ દીકરીઓ સ્ટેજ પર રેમ્પ વોક કરી મચાવશે ધુમ

Ramp Walk: રેમ્પ વોકમાં ભાગ લેનાર જાનવી ચુડાસમાએ જણાવ્યું હતું કે આ જે IFZEનો ફેશન શો હતો તેના માટે અમે ખુબ જ ઉત્સાહી હતા. કારણ કે ફેશન શોનું અમારૂ એક સપનું હતું.

આંખથી ભલે નેત્રહીન પરંતુ મનની આંખથી રાજકોટની આઠ દીકરીઓ સ્ટેજ પર રેમ્પ વોક કરી મચાવશે ધુમ

દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટની 8 નેત્રહિન દિકરીઓ આગામી 18 ડિસેમ્બરે લેકમે ફેશન શોમાં ભાગ લેવા જઈ રહી છે.આ 8 નેત્રહિન દિકરીઓ ડિઝાઈનરે તૈયાર કરેલા ડ્રેસ પહેરી મનની આંખથી રેમ્પ પર ધુમ મચાવશે.

IFZEના બોસ્કી નથવાણીએ જણાવ્યું હતું કે હું ફેશન ડિઝાઈનિંગ શિખવું છું. મારો આ સાતમો ફેશન શો છે.અમે દરેક ફેશન શોમાં અમે બોમ્બેથી લેકમે ફેશન મોડેલ બોલાવતા હોય છીએ.જેમાં સ્ટુડન્ટના ડ્રેસિઝ ડિઝાઈન કર્યા હોય તે પહેરે છે.આ વખતે પણ લેકમે ફેશન વિકની મોડેલ છે.જેથી અમે વિચાર્યુ કે આપણે એ લોકોને પ્લેટફોર્મ આપીએ જેને રેમ્પ વોક માટેનું પ્લેટફોર્મ ન મળતું હોય..જેથી અમે આ સંસ્થાને અપ્રોચ કરી.આ લોકોએ અમને ખુબ જ સપોર્ટ કર્યો.આ છોકરીઓ પણ એટલી બધી હોશિયાર હતી. 2 દિવસ થોડુ અઘરૂ લાગ્યું કારણ કે ફેશન શો આ લોકો માટે કંઈક અલગ જ હતું.પણ પછી આ લોકો ખુબ જ સારી રીતે વોક કરવા લાગ્યા.

વધુમાં તેને જણાવ્યું કે પહેલા અમે જ્યારે આ સ્ટાર્ટ કર્યુ ત્યારે અમને થોડું ટફ લાગતુ હતું. અમારે સતત કોમેન્ટ્રી આપવી પડતી હતી.કારણ કે અમે તેને કરીને કંઈ બતાવી શકતા ન હતા. એ થોડુ ચેલેન્જીંગ હતું. પણ એ લોકોએ 10 દિવસની પ્રેક્ટીશ કરીને રેમ્પ વોક બરાબર રીતે શીખી લીધુ હતું.

રેમ્પ વોકમાં ભાગ લેનાર જાનવી ચુડાસમાએ જણાવ્યું હતું કે આ જે IFZEનો ફેશન શો હતો તેના માટે અમે ખુબ જ ઉત્સાહી હતા.કારણ કે ફેશન શોનું અમારૂ એક સપનું હતું. કે અમે પણ આ ફેશન શોમાં રેમ્પ વોક કરીએ એ પણ મસ્ત ડ્રેસ સાથે.ત્યારે આ સંસ્થાની ટીમે અમને સિલેક્ટ કર્યાં અને અમને પ્રેક્ટીશ કરાવતા.તેઓ અમને ફેસ પરના એસ્પ્રેશન શિખવતા હતા.

અમને જ્યારે ડ્રેસ પહેરાવ્યા ત્યારે અમે ખુબ જ ખુશ હતા. આ લોકોએ અમારા માટે ખુબ જ કર્યું છે. મારૂ તો બસ બધાને એવુ જ કહેવું છે કે અમારે કંઈ ગભરાવાની જરૂર નથી.કારણ કે આપણને જે લોકો ટ્રેન કરે છે. તેઓ આપણને બધુ જ શિખવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news