ખુશીઓ માતમમાં પલટાઈ : પુત્રનું સારુ પરિણામ આવતા ખુશીથી માતાનું હૃદય બેસી ગયું, પળવારમાં ગયો જીવ

ગુજરાતના બે શહેરો સુરત અને રાજકોટમાં હાર્ટએટેકથી હાહાકાર મચી ગયો છે. આ બંને શહેરોમાંથી રોજ કોઈના ને કોઈના જીવ જઈ રહ્યાં છે. ત્યારે રાજકોટમાં વધુ એક ચોંકાવનારો બનાવ બન્યો છે. તેમાં પણ ટેન્શનમાં કે સ્ટ્રેસમાં હાર્ટએટેક આવવાના કિસ્સા તો અનેક છે. પરંતું ખુશીના માર્યે હૃદય બેસી જવાનો કિસ્સો રાજકોટમાં બન્યું છે. રાજકોટમાં પુત્રનું સીબીએસઈનું સારુ પરિણામ આવતા માતાનું ખુશીથી હૃદય બેસી ગયું હતું. જેના બાદ તેમનું નિપજ્યુ હતું. ત્યારે સવારે જે પરિવારમાં ખુશીઓ છવાયેલી હતી, બપોર બાદ ત્યાં ગમગીની છવાઈ ગઈ હતી.
ખુશીઓ માતમમાં પલટાઈ : પુત્રનું સારુ પરિણામ આવતા ખુશીથી માતાનું હૃદય બેસી ગયું, પળવારમાં ગયો જીવ

CBSE Result 2023 : ગુજરાતના બે શહેરો સુરત અને રાજકોટમાં હાર્ટએટેકથી હાહાકાર મચી ગયો છે. આ બંને શહેરોમાંથી રોજ કોઈના ને કોઈના જીવ જઈ રહ્યાં છે. ત્યારે રાજકોટમાં વધુ એક ચોંકાવનારો બનાવ બન્યો છે. તેમાં પણ ટેન્શનમાં કે સ્ટ્રેસમાં હાર્ટએટેક આવવાના કિસ્સા તો અનેક છે. પરંતું ખુશીના માર્યે હૃદય બેસી જવાનો કિસ્સો રાજકોટમાં બન્યું છે. રાજકોટમાં પુત્રનું સીબીએસઈનું સારુ પરિણામ આવતા માતાનું ખુશીથી હૃદય બેસી ગયું હતું. જેના બાદ તેમનું નિપજ્યુ હતું. ત્યારે સવારે જે પરિવારમાં ખુશીઓ છવાયેલી હતી, બપોર બાદ ત્યાં ગમગીની છવાઈ ગઈ હતી.

રાજકોટના એક પરિવારમાં એકાએકા ખુશીની ઘટના મોતમાં પલોટાઈ હતી. કોઈ વિચારી પણ ન શકે કે ખુશીના માર્યે કોઈને મોત આવે. ગઈકાલે સીબીએસઈનું પરિણામ જાહેર થયું. જેમાં રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતા રુદ્રરાજસિંહનું પરિણામ સારું આવ્યુ હતુ. આ બાદ આખા પરિવારમાં ખુશીઓ છવાઈ હતી. સંબંધીઓને સારા માર્કસ માટે ફોન થઈ રહ્યા હતા, અભિનંદન મળી રહ્યા હતા. રુદ્રરાજસિંહની 47 વર્ષીય માતા શીતલબા ઝાલા પણ ઘણાં જ ખુશ હતા. પરંતુ એકાએક શીતલબા ઝાલાને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દમરિયાન માતા શીતલબા ઝાલાનું મોત થયુ હતું. ઘટના બાદ માલવિયાનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, હૃદય રોગનો હુમલો પ્રાણઘાતક બની રહ્યો છે. એટેક આવે તો સીધું મોત. લોકો જ્યા હોય ત્યા જ મોતને ભેટી રહ્યાં છે. રાજકોટમાં હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સા વધી રહ્યાં છે. તો બીજી તરફ, આજે સુરતમાં હાર્ટ એટેકની ઘટના યથાવત રહી. આજે વધુ એક વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત નિપજ્યુ છે. 

આજે 45 વર્ષીય રંકા ડાકવાને છાતીના ભાગે દુઃખાવો થયો હતો. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જેના બાદ ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રંકા ડાકવાને કોઈ પણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. અચાનક હાર્ટ અટેકથી તેમનું મોતની નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news