વરરાજાને કૂતરુ કરડ્યું, પીઠી ચોળેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા

Street Dog Attack : સુરતમાં શ્વાનનો ત્રાસ વધ્યો... વરરાજાને પગના ભાગે કરડ્યું શ્વાન... પીઠી લગાવેલી હાલતમાં વરરાજા પહોંચ્યા સિવિલ હોસ્પિટલ... વરરાજા બાદ 3 અન્ય લોકોને શ્વાને ભર્યા બચકાં

વરરાજાને કૂતરુ કરડ્યું, પીઠી ચોળેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા

Surat News : સુરતમાં રખડતા શ્વાનો આતંક યથાવત છે. સુરતમાં નવી સિવિલમાં આ માટે અલાયદો વોર્ડ ઉભો કર્યો છે, તેમાં લોકોની લાંબી લાઈન લાગી છે. વહેલી સવારથી જ કુતરુ કરડનારા લોકો વેક્સીન માટે પહોંચ્યા છે. એક તરફ સુરત મહાનગર પાલિકા દ્વારા રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે લાખો રૂપિયા ખર્ચાય છે, છતા સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક ઠેરનો ઠેર છે. ત્યારે સુરતમાં એક વરરાજાને પણ કૂતરું કરડ્યું હતું. પીઠી લગાવેલી હાલતમાં વરરાજા સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. વરરાજાને પગના ભાગે કૂતરું કરડ્યું હતું. 

વરરાજા બાદ 3 અન્ય લોકોને પણ બચકાં ભર્યા
સુરતમાં એક યુવકના લગ્ન આજે લેવાયા છે અને તેઓ કૂતરુ કરડેલી હાલતમાં ટ્રીટમેન્ટ લેવા માટે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વરરાજાને રખડતું કુતરુ કરડી ગયુ હતું, જેથી તેની સારવાર માટે તેઓ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.  આ વિશે વાત કરતા વરરાજાએ કહ્યું કે, આજે મારા લગ્ન છે. હું ઘરે ખાવા જતો હતો, ત્યારે રસ્તામાં મને કૂતરુ કરડી ગયું હતું. તેથી હું અહી દવા લેવા આવ્યો છું. મારા પછી અન્ય ત્રણ લોકોને એ જ કૂતરુ કરડ્યું હતું.  

ઉલ્લેખનીય છે કે, સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત છે. આજે સુરત સિવિલમાં 50 વર્ષીય શખ્સને પણ પગના થાપાની બાજુએ કૂતરાએ બચકા ભર્યા હતા. કૂતરાએ શખ્સને એવી રીતે બચકા ભર્યા કે યુવકની માંસપેસીઓ શરીરમાંથી બહાર આવી ગઈ હતી. શખ્સે બુમાબુમ કરતા સ્થાનિકો આવી ગયા હતા. તેમને સારવાર અર્થે ઓટો રીક્ષામાં જ નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, હું કામ માટે બહાર જવા નીકળ્યો હતો, જેમાં એક સાથે બે થી ત્રણ
કૂતરાઓએ મારી ઉપર હુમલો કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news