રાજકોટ શહેરના લોકોને ઢોરના ત્રાસમાંથી ક્યારે મળશે મુક્તિ? આ વિસ્તારોમાં વધ્યો ઢોરનો આતંક
રાજકોટના આમ્રપાલી, કોઠારીયા, શીતલ પાર્ક, રૈયા ધાર, રેલનગર, વૈશાલી નગર સહિતના વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે જેના લીધે ક્યાંક ને ક્યાંક ઢોર પકડ શાખાની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: રાજ્યના અલગ અલગ શહેરોમાં ઢોરના આતંકના લીધે ચાર નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો અહીં ઢોરનો આતંક હજુ યથાવત જ છે એક તરફ રાજકોટ કોર્પોરેશનની ઢોર પકડ શાખા દાવો કરી રહી છે કે તેને છેલ્લા એક મહિનામાં 1200 થી વધુ ઢોરને ઝડપી પાડ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા લોકો પાસેથી આકરા દંડ વસૂલવામાં પોતાની શૂરવીરતા બતાવે છે પરંતુ આવી જ શૂરવીરતા ઢોર પકડવામાં બતાવે તો રાજકોટના લોકોને ઢોરના આતંકમાંથી મુક્તિ મળે. રાજકોટના આમ્રપાલી, કોઠારીયા, શીતલ પાર્ક, રૈયા ધાર, રેલનગર, વૈશાલી નગર સહિતના વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે જેના લીધે ક્યાંક ને ક્યાંક ઢોર પકડ શાખાની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટ શહેરના લોકોને ઢોરના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે તે જોવાનું રહેશે.
શહેરના મુખ્ય માર્ગો તેમજ શાકમાર્કેટ પર ઢોરના આતંકના લીધે કેટલાય લોકોને હાની પહોંચી છે તો કેટલાયના મૃત્યું થયા છે ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ઢોર પકડ કામગીરીમાંના કામયાબ સાબિત થયું છે. રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો આતંક ખૂબ જ મોટા પ્રમાણમાં છે. સિનિયર સિટીઝનને ઢોરથી ખૂબ જ સાવચેત રહેવું પડે છે. ક્યારેક તો રખડતા ઢોરના લીધે બહાર નીકળતા પણ ડર લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે