ક્રિકેટ સટ્ટા પર રાજકોટ પોલીસનો સકંજો; આંગડિયા પેઢીની આડમાં ચાલતા મસમોટા રેકેટનો પર્દાફાશ

રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી ચોક અને નવાગામમાં ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવતો હોવાની માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા કર્યા હતા. પોલીસે કરેલા દરોડામાં સુકેતુ ભુતા, નિશાંત ચગ અને ભાવેશ ખખરની અટકાયત કરી હતી. આ કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક બે નહીં, ત્રણ-ત્રણ ફરિયાદ નોંધી છે.

ક્રિકેટ સટ્ટા પર રાજકોટ પોલીસનો સકંજો; આંગડિયા પેઢીની આડમાં ચાલતા મસમોટા રેકેટનો પર્દાફાશ

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કરી ત્રણ શખ્સોની અટકાયત કરી છે. શહેરના એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી ચોક અને નવાગામમાં ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવતો હોવાની માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા કર્યા હતા. પોલીસે કરેલા દરોડામાં સુકેતુ ભુતા, નિશાંત ચગ અને ભાવેશ ખખરની અટકાયત કરી હતી. આ કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક બે નહીં, ત્રણ-ત્રણ ફરિયાદ નોંધી છે. જેમાં પહેલી ફરિયાદ 19.35 કલાકે, બીજી ફરિયાદ 21.20 કલાકે અને ત્રીજી ફરિયાદ 22.35 કલાકે નોંધી છે. 

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે રાત્રીના સમયે એકસાથે ત્રણ શખ્સોએ દરોડો હાથ ધર્યો હતો જેમાં ક્રિકેટ સટ્ટો રમાડતા ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા.ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્રારા શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલી ઇન્દિરા ફાયનાન્સની ઓફિસમાં દરોડો પાડ્યા હતા, જ્યાંથી પોલીસે સુકેતુ ભુતા નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.સુકેતુની પુછપરછ બાદ પોલીસે અમદાવાદ હાઇ વે પર આવેલા નવાગામ અને રૈયારોડ પર આવેલી હનુમાન મઢી ચોક નજીક આવેલી ઓફિસમાંથી ભાવેશ ખખ્ખર અને નિશાંત ચગને પકડી પાડ્યા હતા. પોલીસે સુકેતુ પાસેથી કુલ 11.60 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કબ્જે કરી છે. પોલીસના કહેવા પ્રમાણે આ ત્રણેય શખ્સો ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. આ શખ્સો ચેરીબેટ ડોટ કોમ અને મેજીક એક્સચેન્જ ડોટકોમ નામની વેબસાઇટ પર ઓનલાઇન સટ્ટો રમાડતાં હોવાનું સામે આવ્યું છે જેના આધારે પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પૂછપરછમાં ક્રિકેટ સટ્ટાની આઈડી નામચીન બુકી તેજસ રાજદેવ, નીરવ પોપટ અને અમિત ઉર્ફે મોન્ટુ પોપટ ચલાવતા હોવાનું ખુલ્યું હતું. અમિત ઉર્ફે મોન્ટુ પોપટ જેનું બુકીઓની દુનિયામાં દિપક ખમણ નામથી ઓળખાય છે. પોલીસે આરોપી સુકેતુ, નિશાંત અને ભાવેશ પાસે થી 11 લાખ કરતા વધુની રોકડ, ત્રણ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓ જે ID માંથી ક્રિકેટ સટ્ટો રમાડતા હતા તેમાં કરોડો રૂપિયાનો વહીવટ થયો હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ ઉંડાણ પૂર્વક તપાસ કરે તો બહાર આવી શકે છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ઉંડાણ પૂર્વક તપાસ કરે તો નામચીન બુકીઓના નામ અને ID ખુલવાની પુરી શક્યતાઓ છે. 

પી.આઈ બીટી ગોહિલ અને ટીમે શહેરમાં ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં એસ્ટ્રોન ચોક ,હનુમાન મઢી અને નવાગામ ખાતે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકયું હતું. આ દરોડામાં પોલીસને કુલ 11,65,000 ની રોકડ રકમ હાથ લાગી હતી. ઉપરાંત ક્રિકેટ સટ્ટા અંગે લાખોના વ્યવહારો મળી આવ્યા છે. ત્રણેય બુકીઓ પાસેથી 11.50 લાખ રોકડ કબ્જે કરાઈ છે અને 2 માસ્ટર આઈડી મળી આવ્યા હતા. માસ્ટર આઈડીમાંથી આશરે 5 થી 7 કરોડ રોકડના વ્યવહાર ખુલ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

રાજકોટ ક્રાઈમ બ્રાંચે નોંધેલી ત્રણેય ફરિયાદમાં એક વાત કોમન છે અને તે છે આરોપી તેજસ રાજુભાઈ રાજદેવ અને સુકેતુ ભુતા. તેજસ રાજદેવ પી.એમ. આંગડીયા (PM Angadia) નો સંચાલક છે. PM Angadia માં પ્રતિદિન કરોડોની હેરફેર કરતા તેજસ રાજદેવ સામે રાજકોટ પોલીસે ગુનો નોંધતા સોંપો પડી ગયો છે.

કોની-કોની સામે નોંધાઈ ફરિયાદ?
રાજકોટ ક્રાઈમ બ્રાંચે નોંધેલી પ્રથમ ફરિયાદમાં સુકેતુ ભુતા, નિરવ પોપટ, અમિત પોપટ ઉર્ફે મોન્ટુ ખમણ અને તેજસ રાજદેવને આરોપી દર્શાવાયા છે. ત્રણેય આરોપી સામે જુગાર અટકાયતી અધિનિયમ 4,5 (Gambling Act) હેઠળ ગુનો નોંધી સુકેતુની ધરપકડ કરી છે. બીજી ફરિયાદમાં ક્રાઈમ બ્રાંચે નિશાંત ચગ, સુકેતુ ભુતા અને તેજસ રાજદેવને આરોપી દર્શાવાયા છે. નિશાંતની ધરપકડ કરી પોલીસે જુગાર અટકાયતી અધિનિયમ 12એ હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે ત્રીજી ફરિયાદમાં ભાવેશ ખખર, સુકેતુ ભુતા, નિરવ પોપટ, અમિત પોપટ ઉર્ફે મોન્ટુ ખમણ અને તેજસ રાજદેવને આરોપી બતાવ્યા છે. જુગાર અટકાયતી અધિનિયમ 12એ હેઠળ ગુનો નોંધી ભાવેશની ધરપકડ કરી છે.

કઇ રીતે ચાલતું નેટવર્ક
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને જે આઇડી હાથ લાગી છે તેમાં વિશ્વના કોઇપણ ખુણામાં ક્રિકેટ રમાતો હોય તેના પર સટ્ટો રમાડવામાં આવતો હતો.પોલીસને જે આઇડી હાથ લાગી છે તેમાં અનેક પંટરો અને બુકીઓના નામ સામે આવ્યા છે જેને લઇને પોલીસ તપાસ કરી રહી છે.પોલીસ તપાસમાં એવી પણ હકીકત સામે આવી છે કે ભાવેશ ખખ્ખર પીએમ આંગડિયા સાથે સંકળાયેલો છે અને રૂપિયાનો વહિવટ અહીંથી જ કરતો હતો.આ કેસમાં મુખ્ય બુકી તેજસ રાજદેવ પીએમ આંગડિયા પેઢીનો સંચાલક છે ત્યારે પોલીસને શંકા છે કે આંગડિયા પેઢીની આડમાં સટ્ટાનું મોટું નેટવર્ક ચાલતું હતું.પોલીસ તપાસમાં આ મુખ્ય આઇડીમાંથી 5 કરોડ રૂપિયાના ટ્રાન્જેકશન થયાં હોવાનું પણ ખૂલ્યું છે જેથી આ નેટવર્કમાં કોણ કોણ જોડાયેલું છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. 

હાલ પોલીસે આ ત્રણેય ઓપરેટરોની ધરપકડ કરી તેની સઘન પુછપરછ શરૂ કરી છે.જ્યારે ક્રિકેટ સટ્ટાની આઇડી ચલાવતા ત્રણેય બુકીઓની શોધખોળ શરૂ કરી છે.પોલીસને આશઁકા છે કે ક્રિકેટ સટ્ટાની આઇડી પરથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક પંટરો અને બુકીઓ જોડાયેલા હોઇ શકે છે જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.આ આઇડીનું આંતરરાષ્ટ્રીય કનેકશન પણ ફેલાયેલા હોય તેવી પણ આશંકા છે જેને લઇને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news