રાજકોટમાં ગાયબ થયા વિજય રૂપાણી, ફરી એકવાર ભાજપના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી નામ ગાયબ કરાયું
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યુ છે. ફરી એકવાર સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ નામ ગાયબ થયુ છે. રાજકોટના લક્ષ્મીનગર અંડર બ્રિજના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નામ જ નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના ધારાસભ્ય છે, છતા તેમનુ નામ આમંત્રણ પત્રિકામાંથી ગાયબ છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યુ છે. ફરી એકવાર સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ નામ ગાયબ થયુ છે. રાજકોટના લક્ષ્મીનગર અંડર બ્રિજના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નામ જ નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના ધારાસભ્ય છે, છતા તેમનુ નામ આમંત્રણ પત્રિકામાંથી ગાયબ છે.
રાજકોટના લક્ષ્મીનગર અંડર બ્રિજનું આજે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવાનુ છે. સીએમ ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે. ત્યારે કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનું નામ જ નથી, અન્ય તમામ MLA ના નામ છે. આમંત્રણ પત્રિકામાં વિપક્ષના નેતાનુ નામ પણ લખવામા આવ્યુ છે, ત્યારે વિજય રૂપાણીનુ ગાયબ થયેલુ નામ ચર્ચા જગાવી રહ્યુ છે.
આ પણ વાંચો : હાય રે કુદરત.... લગ્નની ખુશી બે ઘડી પણ ન ચાલી, દાંડિયા રાસ લેતા વરરાજાની માતાનુ મોત થયુ
આ પહેલા પણ રાજકોટમાં જૂથવાદ સામે આવ્યો છે, બે મહિના પહેલા પણ રાજકોટ ભાજપમાં સ્નેહ મિલનોના સિલસિલા સાથે આંતરિક જુથવાદની ચર્ચાએ જોર પકડયું હતું. ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં સત્તામાં બેઠેલા MP રામભાઈ મોકરિયા,સાંસદ મોહનભાઈ કુંડારિયા અને MLA ગોવિંદભાઈ પટેલનું નામ જોવા નહીં મળતા ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો હતો. જેના બાદ સીઆર પાટીલને જાહેરમાં ખુલાસો કરવો પડ્યો હતો કે, રાજકોટ ભાજપમા કોઈ જૂથવાદ નથી.
ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યૂઅલ લોકાર્પણ કરવાના છે. 42 કરોડથી વધુના ખર્ચ હેઠળ 3.5 દાયકા જૂના અન્ડર બ્રિજનું નવીનિકરણ હાથ ધરાયું છે. બ્રિજ હેઠળથી રોજ 2 લાખ લોકો 50 હજારથી વધુ વાહનમાં પસાર થાય છે, અને દર વર્ષે પાણી ભરાવાને પગલે લોકોને હાલાકી પડે છે અને ચોમાસાના 4 મહિના બ્રિજ બંધ જ રહેતો હતો, તેવામાં નવીનીકરણથી વરસાદી પાણીનો તુરંત નિકાલ થશે, અહીં પાણીના નિકાલ માટે મશીન પણ મૂકાયા છે.
જો કે આ બ્રિજની આમંત્રણ પત્રિકાને લીધે ફરી વિવાદ થયો છે, કેમ કે તેમાં વિજય રૂપાણીનું નામ ગાયબ છે જ્યારે રાજકોટના અન્ય તમામ ધારાસભ્યોના નામ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે