RAJKOT માં ઓક્સિજન સંગ્રાહખોરી કરનારની ખેર નહી, વેક્સિનેશન અંગે માસ્ટર પ્લાન તૈયાર
Trending Photos
રાજકોટ : ઓક્સિજન સિલિન્ડરની દર્દીઓનાં સગા સંગ્રહખોરી કરી રહ્યા છે, ત્યારે ખરેખર જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે તેવા દર્દીને સમયસર ઓક્સિજન મળતો નથી. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ કલેક્ટર દ્વારા ઓક્સિજન ઉત્પાદન એકમોથી માંડી રિફીલિંગ સુધીના નેટવર્ક પર વોચ રાખવા એક ખાસ કમિટી બનાવી છે. આ ઉપરાંત કલેક્ટરે જણાવ્યું કે, વેક્સિનેશન વધારવા માટે જ્ઞાતી-સમાજની વાડીમાં વેક્સિનેશન માટેના કેમ્પોનું પણ આયોજન કરવામાં આવશે.
કલેક્ટરે વધારેમાં જણાવ્યું કે, ઘરે જ સારવાર લઇ રહેલા એટલે કે હોમ આઇસોલેશન હેઠળ હોય તેવા દર્દી માટે ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ માટેની અલગ અલગ અને હોસ્પિટલમાં સપ્લાય કરવા માટે ઓક્સિજનનાં ટેન્કર ભરવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરી છે. હાલ રાજકોટમાં ઓક્સિજન સૌથી મોટી સમસ્યા છે. ઓક્સિજન પ્લાન્ટ પર રિફીલિંગ માટે આવતા સિલિન્ડરને જરૂર હશે તે અનુસાર જ રિફિલિંગ કરવામાં આવશે.
આ ઉપરાંત બિનજરૂરી સંગ્રાહખોરી ન થાય અને ખરેખર જેમને જરૂરિયાત છે તેવા દર્દીને સમયસર ઓક્સિજન મળી રહે તે સાથે જ વેક્સિનેશનનું પ્રમાણ વધારવા માટે એક નવો એક્શન પ્લાન્ટ ઘણી કઢાયો છે. મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારીઓ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત, ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન અને સમાજની વાડીઓનાં સહયોગથી વેક્સિનેશન મહત્તમ થાય તે માટે પ્રયાસો કરશે. હવે જ્ઞાતી અને સમાજની વાડીઓમાં પણ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાશે. રાજકોટ શહેર ઝડપથી અને સૌથી પહેલા વેક્સિનેશન પુર્ણ કરે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે