રાજકોટ : લાખ પ્રયાસ છતાં જીપ ચાલુ ન થતા માલિકે સળગાવી દીધી, બની ગયો Tiktok video

રાજકોટમાં જાહેરમાં પોતાની જીપ સળગાવીને હીરોગીરી કરીને દબંગ સ્ટાઈલમાં જતા યુવકની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે આ યુવકને પોતાની જીપ સળગાવવી ભારે પડી હતી. રાજકોટ પોલીસે જીપને જાહેરમાં સળગાવનાર ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી છે. 

રાજકોટ : લાખ પ્રયાસ છતાં જીપ ચાલુ ન થતા માલિકે સળગાવી દીધી, બની ગયો Tiktok video

સત્યમ હંસોરા/રાજકોટ :રાજકોટમાં જાહેરમાં પોતાની જીપ સળગાવીને હીરોગીરી કરીને દબંગ સ્ટાઈલમાં જતા યુવકની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે આ યુવકને પોતાની જીપ સળગાવવી ભારે પડી હતી. રાજકોટ પોલીસે જીપને જાહેરમાં સળગાવનાર ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી છે. કહેવાઈ રહ્યું છે કે, યુવકે ટીકટોક વીડિયો બનાવવા આ જીપને સળગાવી હતી, તો જીપ અધવચ્ચે બંધ પડી જતા સળગાવી હોય તેવુ પણ ચર્ચાઈ રહ્યું છે.

પંચમહાલ : પગપાળા અંબાજી જઈ રહેલા 3 યુવક શ્રદ્ધાળુઓને સ્વીફ્ટ કારે કચડ્યા, ઘટનાસ્થળે મોત

રાજકોટના કોઠારીયા રોડ પર ગળામાં સોનાની ચેનથી દલાયેલ અને દાઢીધારી યુવકે દબંગ સ્ટાઈલમાં આવીને પોતાની જીપને આગ લગાવી હતી. આ વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. આ ઘટનાની ફાયર બ્રિગેડને જાણ થતા સ્ટાફ પણ આગ બૂઝવવા દોડી ગયો હતો. પરંતુ ત્યાં હાજર યુવકે ફાયર બ્રિગેડના સ્ટાફને પણ આગ બૂઝવતા અટકાવ્યા હતા. ત્યારે રાજકોટ પોલીસ પણ વીડિયોને પગલે દોડતી થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે, ઈન્દ્રજીત જાડેજા નામના યુવકે પોતાની જીપ સળગાવી હતી. 

પોલીસ તપાસમાં તેણે કહ્યું કે, જીપ બંધ પડી ગઈ હતી અને વારંવાર ધક્કા મારવા છતા પણ તે ચાલી ન હતી. તેથી માલિક ઈન્દ્રજીત જાડેજાએ ગુસ્સામાં જીપને આગ ચાંપી હતી. બાદમાં ભક્તિનગર પોલીસે ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી હતી. તેણે કહ્યું હતું કે, જીપનો સેલ્ફ ન લાગતો હોવાને કારણે જીપને આગ ચાંપી હતી. જોકે, કેટલાક કહે છે કે ટીકટોકનો વીડિયો બનાવવા માટે જીપને આગ લગાવી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news