મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવા સામે બળાત્કારની ફરિયાદ

શિક્ષક સંઘના માજી પ્રમુખ વિજયભાઈ સરડવા સામે નોંધાયો ગુનો

મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવા સામે બળાત્કારની ફરિયાદ

રાજકોટઃ મોરબી જિલ્લાના શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવા પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. રાજકોટની એક શિક્ષિકાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. શિક્ષિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. હાલ તો વિજય સરડવા ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વિજય સરડવા મોરબી જિલ્લા કોંગ્રેસનો પ્રવકતા પણ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટની એક શિક્ષિકાને વિવિધ લાલચ આપીને વિજય સરડવાએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ જુદા-જુદા સ્થળોએ લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજરાવામાં આવ્યું હતું. દુષ્કર્મ ગુજાર્યા બાદ શિક્ષિકાને તરછોડી દેતાં શિક્ષિકાએ વિજય સરડવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 

પોલીસે શિક્ષિકાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. દુષ્કર્મની ફરિયાદની જાણ થતાં જ વિજય સરડવા ફરાર થઈ ગયો છે. તેનો સંપર્ક કરવામાં આવતાં સંપર્ક થઈ શક્યો ન હતો. મોડી રાત્રે મોરબીની એ-ડિવિઝન પોલીસે વિજય સરવડાની ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news