વિજય માલ્યા વિરુદ્ધ કાર્યવાહી નહી કરવા રાહુલ ગાંધીએ મારા પર કર્યું હતુ દબાણ: રિઝવી

રિઝવીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુલામ નબી આઝાદે તેમના પર વિજય માલ્યા અને તેની દારૂની ફેક્ટ્રીઓ વિરુદ્ધ કાર્યવાહી નહી કરવા માટેનું દબાણ કર્યું હતું

વિજય માલ્યા વિરુદ્ધ કાર્યવાહી નહી કરવા રાહુલ ગાંધીએ મારા પર કર્યું હતુ દબાણ: રિઝવી

નવી દિલ્હી : વિજય માલ્યા મુદ્દે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે આરોપ પ્રત્યારોપની વચ્ચે ઉત્તરપ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવી પણ ઉત્તર પ્રદેશ આવ્યા હતા. રિઝવીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે તેમના પર વિજય માલ્યાની વિરુદ્ધ કાર્યવાહી નહી કરવા માટેનું દબાણ કર્યું હતું. 

વસીમ રિઝવીએ દાવો કર્યો કે વિજય માલ્યાના મેરઠમાં શિયા વકફ બોર્ડની પ્રોપર્ટી અંગે બિનકાયદેસર કબ્જો કર્યો હતો. રિઝવીએ કહ્યું કે જ્યારે બોર્ડને માહિતી મળી કે તેઓ બિનકાયદેસર રીતે દારૂની ફેક્ટ્રીઓ ચલાવાઇ રહી છે. તો બોર્ડે ફેક્ટ્રીઓને સીલ કરવાની કાર્યવાહી અને વિજય માલ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી હતી. 

રિઝવીએ આરોપ લગાવ્યો કે કાર્યવાહી નહી થવાથી જ્યારે તેમણે પોલીસનો સંપર્ક કર્યો તો પોલીસે તેમને સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ માલ્યાની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહી કરે. ઉપરાંત તેઓ દારૂની ફેક્ટ્રીઓ પણ સીલ નહી કરે.
રિઝવીએ કહ્યું કે, જ્યારે મે મોટા અધિકારીઓને આ અંગે વાત કરવાની ચાલુ કરી તો મારી પાસે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો અને તેમણે રાહુલ ગાંધી સાથે મારી વાત કરાવી. રાહુલ ગાંધીએ મને જણાવ્યું કે, વિજય માલ્યા એક શરીફ વ્યક્તિ છે અને તમે તેની વિરુદ્ધ જે કાર્યવાહી કરી રહ્યા છો તે ન કરો. રિઝવીએ દાવો કર્યો કે તેમણે તે સમયે તે અંગે પણ માહિતી આપી હતી કે રાહુલ ગાંધી અને ગુલામ નબી આઝાદે તેમના પર માલ્યા વિરુદ્ધ ફરિયાદ નહી કરવા માટેનું દબાણ બનાવ્યું છે. વકફ બોર્ડ અધ્યક્ષે જણાવ્યું કે આ મુદ્દે માલ્યા વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહોતી થઇ.

— ANI (@ANI) September 13, 2018

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પણ આ મુદ્દે તીખી શાબ્દિક ટપાટપી
ભાગેડુ વેપારી વિજય માલ્યા મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગુરૂવારે તીખા શબ્દબાણ ચાલ્યા અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણામંત્રી અરૂણ જેટલી પર અસત્ય બોલવા અને માલ્યાને દેશ છોડવાની અનુમતી આપવાનો આરોપ લગાવ્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news