ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાતી રથયાત્રા મોકૂફ

અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે. ત્યારે ભુજમાં રંગેચંગે નીકળતી રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાને લીધી સ્વામિનારાયણ મંદિરે નિર્ણય લીધો છે.

Updated By: Jun 19, 2020, 10:02 PM IST
ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાતી રથયાત્રા મોકૂફ

રાજેન્દ્ર ઠક્કર, ભુજ: અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે. ત્યારે ભુજમાં રંગેચંગે નીકળતી રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાને લીધી સ્વામિનારાયણ મંદિરે નિર્ણય લીધો છે.

આ પણ વાંચો:- Coronavirus: વડોદરા અને ગાંધીનગર સહિત આ શહેરોમાં જાણો કેટલા નોંધાયા કોરોનાના કેસ

અષાઢી બીજના મહાપર્વે ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાતી રથયાત્રા આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજમાં છેલ્લા 6 વર્ષથી સ્વામિનારાયણ મંદિર દ્વારા રંગેચંગે રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રામાં સમસ્ત હિન્દુ સમાજ અને સંગઠનો જોડાય છે. અષાઢી બીજના પર્વે એક નાનકડાં રથમાં ભગવાન જગન્નાથજીને બીરાજીને મંદિરના ચોકમાં જ રથયાત્રા નીકળશે. 

આ પણ વાંચો:- ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી, કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું

આ કાર્યક્રમ જાહેર જનતાને ભગવાન જગન્નાથજીના દર્શન થશે. માત્ર મંદિરના જ સંતો તેમાં જોડાશે. અષાઢી બીજએ કચ્છી નવું વર્ષ કચ્છીઓ કચ્છ અને બૃહદ કચ્છમાં ઉજવાય છે. ગુજરાતના છેવાડે આવેલા કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે. જેમાં અનેક નૂતન અને ભાતીગળ પરંપરા દ્રશ્યમાન થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube