વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરાયા ગેરકાયદેસર દબાણો દૂર

શહેરના રસ્તાઓને પહોળા કરવા માટે ગેરકાયદેસર કરાયેલા દબાણોને દૂર કરવા અત્યંત જરૂરી છે. જેના ભાગરૂપે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવારનવાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે

Updated By: Mar 6, 2019, 02:44 PM IST
વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરાયા ગેરકાયદેસર દબાણો દૂર

તુષાર પટેલ, વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના વિસ્તારોની અંદર ગેરકાયદેસર કરવામાં આવેલો દબાણોનો સફાયો કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત દબાણ શાખાની ટીમ દ્વારા અલકાપુરી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અટલાદરા અને ફાઈલ વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વધુમાં વાંચો: 

વડોદરા શહેર દિવસેને દિવસે વિકસતું રહ્યું છે. ત્યારે શહેરના રસ્તાઓને પહોળા કરવા માટે ગેરકાયદેસર કરાયેલા દબાણોને દૂર કરવા અત્યંત જરૂરી છે. જેના ભાગરૂપે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવારનવાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગેરકાયદેસર દબાણોના સફાયો કરવાના અભિયાન સાથે પાલિકાની દબાણ શાખા અલકાપુરી વિસ્તારમાં આવેલ કોંકન બિલ્ડિંગ વડા રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા.

દબાન શાખાની ટીમના 20 જેટલા કર્મચારીઓ સાથે સ્થાનિક પોલીસ પણ આ કામગીરીમાં જોડાઈ હતી. છેલ્લા કેટલાય દિવસથી દબાણ શાખાની કામગીરી નહિવત કહી શકાય તેવી હતી. ત્યારે આ શાખા દ્વારા ફરીથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા દબાણ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...