વડોદરા: તુલસીના છોડ અને ખભે રહેલી બેગે બચાવ્યો આ વિદ્યાર્થીનો જીવ !

આંકલાવના કોસિન્દ્રા ગામથી વડોદરા આવી રહેલા ત્રણ મિત્રો વડોદરા જઇ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક સ્લિપ થઇ જતા 20 ફૂટ ઉંડી ખાઇમાં ખાબક્યા હતા. જો કે 16 વર્ષનાં લક્ષ્મણનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 2 મિત્રો હજુ પણ ગુમ છે. મિત્ર વૈભવ અને અશોક સાથે તે નિકળ્યો હતો. જો કે લક્ષ્મણ ખભે લટકાવેલા બેગનાં કારણે તેનો જીવ બચી ગયો હતો. બેગના કારણે તે ડુબતા બચ્યો હતો અને પાળી પર ઉગેલા તુલસીનો છોડ હાથમાં આવી જતા તે કિનારે નિકળી ગયો હતો. 

Updated By: Feb 18, 2020, 12:09 AM IST
વડોદરા: તુલસીના છોડ અને ખભે રહેલી બેગે બચાવ્યો આ વિદ્યાર્થીનો જીવ !

વડોદરા : આંકલાવના કોસિન્દ્રા ગામથી વડોદરા આવી રહેલા ત્રણ મિત્રો વડોદરા જઇ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક સ્લિપ થઇ જતા 20 ફૂટ ઉંડી ખાઇમાં ખાબક્યા હતા. જો કે 16 વર્ષનાં લક્ષ્મણનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 2 મિત્રો હજુ પણ ગુમ છે. મિત્ર વૈભવ અને અશોક સાથે તે નિકળ્યો હતો. જો કે લક્ષ્મણ ખભે લટકાવેલા બેગનાં કારણે તેનો જીવ બચી ગયો હતો. બેગના કારણે તે ડુબતા બચ્યો હતો અને પાળી પર ઉગેલા તુલસીનો છોડ હાથમાં આવી જતા તે કિનારે નિકળી ગયો હતો. 

અમદાવાદ: ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે 26મી માર્ચે ચૂંટણીની જાહેરાત
લક્ષ્મણે જણાવ્યું કે, ગોપાલ અને વૈભવ મારા સારા મિત્રો છે. જેથી ગોપાલની સાથે તેમની કંપની જોવા માટે નિકળ્યો હતો. જો કે વૈભવ બાઇક ચલાવી રહ્યો હતો અને તેની પાછળ ગોપાલ બેઠોહ તો અને તેની પાછળ હું હતું. ગોપાલ અને વૈભવનાં ટિફિન મારી બેગમાં હતા. શેરખીથી ભીમપુરા કેનાલ બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે વળાંક પર અચાનક બાઇક સ્લિપ થઇને અમે કેનાલમાં પડ્યા હતા. અમે ત્રણેય બચવા માટેનાં પ્રયાસો કરવા લાગ્યા હતા અને બચવા માટે બુમો પાડવા લાગ્યા હતા. 

ગોંડલ: બનેવીએ સાળાનાં દારૂમાં ઝેર પીવડાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો
જો કે પાણીનાં પ્રવાહમાં અન્ય બંન્ને મિત્રો તણાવા લાગ્યા હતા પરંતુ મે બેગ પહેરેલી હોવાથી પાણીમાં ઉપર આવી ગયો હતો અને એક તુલસીનો છોડ હાથમાં આવી જતા તેને પકડી રાખ્યો હતો. ત્યારે આસપાસનાં લોકો આવી જતા તેમણે મને બચાવી લીધો હતો. જો કે અન્ય બંન્ને મિત્રો ગુમ થઇ જતા તેમની શોધખોળ ચાલી રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા પુર હોવાથી આગળ વહી ગયા હોવાની ગણત્રી સાથે શોધખોળ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube