Rajya Sabha Election : એસ. જયશંકરે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યુ, બે નામ પર હજી પણ સસ્પેન્સ
Rajya Sabha Election : કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર આજે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું.... બપોરે 12.39 ના ટકોરે ગાંધીનગરમાં ભર્યું ફોર્મ
Trending Photos
Gujarat BJP : ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેને લઈને વિદેશમંત્રી એસ.જયશંકરે આજે બપોરે 12:39 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. તેઓ ત્રણ બેઠક પૈકી એક બેઠકના ઉમેદવાર છે. પરંતું અન્ય બે નામો અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. વિજય મૂહુર્તમાં એસ. જયશંકર સાથે ફોર્મ ભરતા સમયે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી તથામંત્રીમંડળના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
બે નામોની જાહેરાત હજી બાકી
કેન્દ્રીય મંત્રી એસ જયશંકર સિવાય બે નવા ચહેરાને મોકો મળે તેવી શક્યતા વધુ દેખાઈ રહી છે. નીતિન પટેલ અને વિજય રૂપાણીનું નામ તો પહેલેથી જ ચર્ચામાં છે, પરંતુ હવે તેમાં પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં વિદેશમંત્રી એસ જયશંકર રિપીટ થાય તેવી શક્યતા વધારે છે. પરંતુ બાકીના બે નામ પર હજી ભાજપ કોઈ નિર્ણય પર આવ્યું નથી. આવામાં દીવ દરમણના એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. પ્રફુલ પટેલને પણ કેન્દ્રમાં મંત્રી તરીકે સ્થાન મળે તેવી શક્યતાઓ વધારે જોવાઈ રહી છે.
દિલ્હીમાં નામો પર થઈ ચર્ચા
બે દિવસ પહેલા દિલ્હી ખાતે ભાજપની રાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં જમ્મુ કશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, છત્તીસગઢ અને, હરિયાણા રાજ્યના ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત સહીત ઉત્તર ઝોનના રાજ્યોના પ્રદેશ પ્રમુખ, સંગઠન મંત્રી અને પ્રભારીઓએ જોડાયા હતા. આ બેઠકમાં આગામી સમયમાં લોકસભા ચૂંટણીના રોડ મેપ સાથે રાજ્યસભાની 10 સીટો માટે ચર્ચા થઈ હતી.
રાજ્યસભામાં જ્ઞાતિનું ગણિત
વિદેશમંત્રી એસ જયશંકરને રિપીટ કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની બંને બેઠકો પર નવા ચહેરાને તક મળી શકે છે.. વર્તમાન સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાને આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે. આ બંને નેતાઓના બદલે ગુજરાતમાંથી એક ખૂબ જ સિનિયર નેતાને રાજ્યસભામાં લઈ જવામાં આવી શકે છે. બે બેઠક પર ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગીની શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતમાંથી સિનિયર નેતાને રાજ્યસભામાં એન્ટ્રી મળી શકે છે. ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગી થાય તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે