અમદાવાદમાં ફરી નકલી પોલીસ બની તોડ કરતી ગેંગનો આતંક, જાણો કેવી રીતે લોકોને કરે છે ટાર્ગેટ?

ફરી એક વાર અમદાવાદમાં નકલી પોલીસ બની તોડ કરતી ગેંગ સામે આવી છે. સરદાર નગર પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી છે અને બાકીના ફરાર ચાર આરોપીઓને શોધવા કવાયત હાઝ ધરી છે. કઇ રીતે આરોપીઓ સામાન્ય નાગરીકોને ટાર્ગેટ કરતા હતા? સરદારનગર પોલીસે ધરપકડ કરેલ આ આરોપીનું નામ જયદિપ કોટીલા છે.

અમદાવાદમાં ફરી નકલી પોલીસ બની તોડ કરતી ગેંગનો આતંક, જાણો કેવી રીતે લોકોને કરે છે ટાર્ગેટ?

ઝી બ્યુરો/અમદાવાદ: ફરી એક વાર અમદાવાદમાં નકલી પોલીસ બની તોડ કરતી ગેંગ સામે આવી છે. સરદાર નગર પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી છે અને બાકીના ફરાર ચાર આરોપીઓને શોધવા કવાયત હાઝ ધરી છે. કઇ રીતે આરોપીઓ સામાન્ય નાગરીકોને ટાર્ગેટ કરતા હતા? સરદારનગર પોલીસે ધરપકડ કરેલ આ આરોપીનું નામ જયદિપ કોટીલા છે. 28 વર્ષીય જયદિપ કોટીલા ભાવનગરના પાલીતાણાનો વનતી છે. જે હાલ નરોડા ખાતે આવેલી ઇન્દ્રલોક સોસાયટીમાં ભાડે રહે છે. આરોપીઓ પોતાની ટોળકી બનાવી નકલી પોલીસ બની લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાનું પોલીસ તપામાં ખુલ્યુ છે. જે કેસ અંતર્ગત પોલીસે જયદિપની ધરપકડ કરી છે. 

કેસની વાત કરવામાં આવે તો 23 મેના રોજ વડોદરાના રહિશ પ્રદિપ સિંહ રાઓલ પોતાના પરિવારને અમદાવાદ ખાતે છોડવા માટે આવ્યા હતા. પરિવારને છોડી જ્યારે તોઓ વડોદરા તરફ પરત ફરતા હતા ત્યારે રસ્તમાં બે મહિલાઓએ તેમની ગાડી રોકી તેમની પાસે લીફ્ટ માંગી હતી. બે પૈકી એક મહિલાએ પોતાને ફેક્ચર થયુ હોવાનુ ખોટુ બહાનુ કરી લીફ્ટ માંગી હતી. પ્રદિપ સિહે લિફ્ટ આપતાં એક મહિલા ડ્રાઇવરની બાજુની સીટમાં ગોઠવાઇ ગઇ હતી અને તેમનુ ઘર નજીકજ હોવાથી ઘરે મુકી જવા માંગ કરી હતી.

જેવા પ્રદિપસિંહ બે મહિલાઓને મુકવા માટે તેમના ઘર પહેચ્યા કે તરતજ ચાર અજાણ્યા વ્યક્તિઓ આવી ચઢ્યા. જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી પ્રદિપસિંહ પર કુટણખાણુ ચલાવતા હોવાનુ કહી રૂપિયાની માંગણી કરી હતી. જોકે પ્રદિપસિંહે પોતાની પાસે રૂપિયા ન હોવાનુ જણાવી એટીએમમાં રૂપિયા ઉપાડવા જવા કહ્યું ફરિયાદીની વાત માની આરોપી જયદિપ તેમની સાથે એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયો હતો. 

દરમ્યાન પ્રદિપ સિંહે પોતાના સંબંધી કૃણાલને ઘટનાની જાણ કરી હતી. કૃણાલ આવી જતાં પ્રદિપસિંહ અને કૃણાલે આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો અને નકલી પોલીસ ગેંગનો પર્દાફાશ થયો. જે અજાણ્યા ચાર શકસો આરોપી સાથે આવ્યા હતા તેમના નામ પોલીસ તપાસમાં ખલ્યા છે જેમાં બળવંત અને ચિરાગ ઉપરાંત અન્ય એક આરોપીનો સમાવેશ થાય છે. બળવંત નામના આરોપી સામે કામરેજ પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ થયેલ છે.

નકલી ગેંગમાં બે મહિલા આરોપીઓની ભુમિકા પણ સામે આવી છે. જે બે મહિલાઓએ લીફ્ટની માગં કરી હતી તેમનુ નામ ભુમી અને શિતલ હોવાનુ ખુલ્યુ છે. આરોપીઓ અગાઉ આ પ્રકારે કોઇ અન્ય વ્યક્તિને ભોગ બનાવ્યા છે કે કેમ તે શોધવા માટે પ્રયાસ હાથ ધરી જો કોઇ વ્યક્તિ આ ગેંગનો ભોગ બન્યો હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે સાથેજ ફરાર આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતી માન કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news