ગુજરાતની ચૂંટણીમાં 'મહાભારત'ની એન્ટ્રી; જાણો કોણે રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા?

સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દુધાતને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. અહંકારની વાતો કરનારા લોકો ખુદ એક થઇ ગયા છે. કૌરવની સેનાની જેમ ઇન્ડિ ગઠબંધનમાં એકત્ર થઈ ગયું હોવાનું કહ્યું હતું. જોકે રાજુભાઇ ધ્રુવે કોંગ્રેસને અસંસ્કારી કહ્યા હતા. 

ગુજરાતની ચૂંટણીમાં 'મહાભારત'ની એન્ટ્રી; જાણો કોણે રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા?

Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે ઉમેદવારી નોંધાવી છે. આમ હવે રાજકોટ બેઠક ઉપર રૂપાલા અને ધાનાણી વચ્ચે ચૂંટણી જંગ નક્કી થઈ ગયો છે. આજે સવારે વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા બાદ મહાત્મા ગાંધીના નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલા ખાતે પરેશ ધાનાણીએ આશીર્વાદ લીધા હતા. સવારે 11 વાગ્યે શહેરના બહુમાળી ભવન ચોકમાં ઇન્ડિયા ગઠબંધનની એક વિશાળ સભા યોજાઈ હતી. 

આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપરાંત જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, જીગ્નેશ મેવાણી, પ્રતાપ દુધાત ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો અને ક્ષત્રિય મહિલાઓ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી હતી. સભામાં મંચ ઉપર ક્ષત્રિય સંમેલન યોજાયું. તેમાં કેસરી સાડીમાં મહિલાઓ હાજર હતી. તેનું મોટું બેનર સહુ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. 

સભામાં ક્ષત્રિય મહિલાઓએ પરેશ ધાનાણીને રાખડી બાંધી હતી અને ઓવારણાં લીધા હતા. ચાલુ સભાએ પરેશ ધાનાણી રાજકોટ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને કલેકટર કચેરીએ 12.30 કલાકે પહોંચી ગયા હતા. ફોર્મ ભરવામાં મોડું ન થાય એટલે આવી રણનીતિ અપનાવી હતી. નેતાઓએ પરેશભાઈને જીતાડી ભાજપનો અહંકાર ઓગાળવા લોકોને અપીલ કરી હતી. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પરસોતમ રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા હતા. રાજકોટની જનતાને અરજ કરું છું કે આ દુશ્મન ઘર ભેગો કરો. 

તો બીજી તરફ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દુધાતને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. અહંકારની વાતો કરનારા લોકો ખુદ એક થઇ ગયા છે. કૌરવની સેનાની જેમ ઇન્ડિ ગઠબંધનમાં એકત્ર થઈ ગયું હોવાનું કહ્યું હતું. જોકે રાજુભાઇ ધ્રુવે કોંગ્રેસને અસંસ્કારી કહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news