લો બોલો.. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે શાળા સંચાલકોને હવે વિદ્યાર્થીઓને સ્કૂલમા બોલવવા છે

રાજકોટ સહિત રાજ્યભરમાં એક તરફ ત્રીજી લહેરમાં કોરોના કેસ જેટ ગતિએ આગળ વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા ફી ઉઘરાણીના ઓરતા અધૂરા રહી ગયા હોય તેમ વેક્સિન વિહોણા ધો.૧ થી ૯ ના બાળકોનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવા માંગ કરી છે. 
લો બોલો.. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે શાળા સંચાલકોને હવે વિદ્યાર્થીઓને સ્કૂલમા બોલવવા છે

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ સહિત રાજ્યભરમાં એક તરફ ત્રીજી લહેરમાં કોરોના કેસ જેટ ગતિએ આગળ વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા ફી ઉઘરાણીના ઓરતા અધૂરા રહી ગયા હોય તેમ વેક્સિન વિહોણા ધો.૧ થી ૯ ના બાળકોનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવા માંગ કરી છે. 

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 15 થી 18 વર્ષના તરુણોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી ચાલી રહી છે. જેમા મોટાભાગની શાળાઓમાં પાત્રતા ધરાવતા છાત્રોનું 94% જેવું રસીકરણ થઈ ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓ ઉપર ગંભીર ખતરો ટળ્યો છે. વિશ્વ બેંકના એકેડેમિક ડિરેક્ટરે પણ સૂચન કર્યું હતું કે શાળાઓ હવે ઓફલાઈન હોવી જોઈએ. વધુમાં તેને જણાવ્યું હતું કે, વધારે કેસ જે રાજ્યમાં હતા તે મહારાષ્ટ્ર સરકાર પણ જાન્યુઆરી 24 થી શાળાઓ શરુ કરે છે, તો ગુજરાત જેવા રાજ્યમાં જયાં કોઇ ગંભીર પરિસ્થિતિ નથી, ત્યાં શાળાઓ શરુ કરવી જોઇએ. આ અંગે અમે શિક્ષણમંત્રીને પણ દરેક શાળાઓને કોવિડ ગાઇડ લાઇનની તમામ તકેદારી સાથે ફરી ધોરણ 1 થી 9 નું પ્રત્યક્ષ શિક્ષણ તા. 1 ફેબ્રુઆરીથી શરુ કરવાની મંજુરી આપે તે માટે પત્ર દ્વારા અપીલ કરવામાં આવનાર છે.

બીજી તરફ, કોરોના કાળમાં શાળા સંચાલકોએ ફી વધારાની કરી માંગ કરી છે. FRC સમક્ષ શાળા સંચાલકોએ ફી વધારવાની માંગ કરી હતી. જેમાંથી FRC કમિટી સમક્ષ સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાની ૧૦૦૦થી વધારે શાળાએ ફી વધારાના માંગ કરાઈ છે. ફી નિર્ધારણ કમિટીએ 5 થી 10 ટકાનો વધારો મંજૂર કર્યો હોવાનું સામે આવ્યું છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, સ્કૂલો બંધ છે, પરંતુ ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ હોવાથી શિક્ષકોને પગાર ચુકવવામાં આવે છે. મોંઘવારી પ્રમાણે શિક્ષકોના પગારમાં પણ વધારો કરવો પડે છે. જોકે હવે શિક્ષકો પણ કંટાળી ગયા હોવાથી નોકરીઓ બદલાવી રહ્યા છે. જેથી 5 થી 10 ટકા ફી વધારો કરવા દેવામાં આવે તેવી માંગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news