સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ: કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા જો કે તાકડે વરસાદ આવી જતા જગતના તાતને હાશકારો
Trending Photos
રાજકોટ : લાંબા સમય સુધી ગુજરાતને તરસાવ્યા બાદ આજે મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થઇ છે. વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં મેઘ સવારી આવી પહોંચી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં વરસાદના કારણે રાજકોટના રસ્તા પાણી પાણી થયા હતા. શહેરના 150 ફૂટ રિંગરોડ, યાજ્ઞીક રોડ, મવડી સહિતનાં વિસ્તારમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું.
વરસાદે ગુજરાતીઓને લાંબો સમય તરસાવ્યા હતા. જો કે મેઘસવારી આવી પહોંચવાનાં કારણે સર્જાયેલા ઉનાળા જેવા વાતાવરણમાં ફરી મેઘસવારી આવી પહોંચવાનાં કારણે રાહત થઇ હતી. ખેડૂતોએ પણ પહેલો સારો વરસાદ પડ્યા બાદ વાવણી તો કરી હતી. જો કે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોનાં જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જો કે મેઘસવારી આવી પહોંચતા ખેડૂતોને પણ રાહત થઇ હતી. પાકને ફરી એકવાર પુન: જીવન મળ્યું હતું. જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી ફેલાઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે