જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ તરીકે કીરીટ પટેલની વરણી, ખેડૂતો માટે કરી આ જાહેરાત
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ. પ્રમુખ તરીકે કીરીટ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હરેશ ગજેરાની બિનહરીફ વરણી કરવામાં આવી
Trending Photos
સાગર ઠકર/ જૂનાગઢ: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ. પ્રમુખ તરીકે કીરીટ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હરેશ ગજેરાની બિનહરીફ વરણી કરવામાં આવી. નવ નિયુક્ત પ્રમુખ કીરીટ પટેલે પ્રદેશ ભાજપનો આભાર વ્યક્ત કર્યો અને ખેડૂતો માટે વિમાનું કવચ વધારવા જાહેરાત કરી હતી. યાર્ડમાં ખેડૂતોની સુવિધા હેતુ કાર્યો કરવા નવ નિયુક્ત પદાધિકારીઓએ સંકલ્પ કર્યો હતો.
સૌરાષ્ટ્રના પાંચ મોટા યાર્ડ પૈકીના એક એવા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણી માટે 16 ઓક્ટોબરના રોજ મતદાન થયું હતું અને 17 ઓક્ટોબરના રોજ મતગણતરી યોજાઈ હતી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 મળી કુલ 16 બેઠકો છે જે તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. ચુંટણી પરિણામ બાદ આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ માંથી પ્રમુખ તરીકે ભાજપના જીલ્લા પ્રમુખ કીરીટ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હરેશ ગજેરાની બિનહરીફ વરણી થઈ હતી. નવ નિયુક્ત પ્રમુખ કીરીટ પટેલે પ્રદેશ ભાજપનો આ તકે આભાર વ્યક્ત કરી ખેડૂતો માટે હાલ જે આકસ્મિક વિમો છે તે વિમાના કવચમાં વધારો કરી, આગામી દિવસોમાં યાર્ડમાં વિકાસના કામો અને ખેડૂતોની સુવિધા હેતુ કાર્યો કરવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે