કોંગ્રેસ જીતી શકતી હતી તો કેમ હારી ગઈ? કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ પહેલીવાર ખૂલીને બોલ્યા

કોંગ્રેસે ગુજરાતની હારમાંથી બોધપાઠ લેવો જોઈએ.  કોંગ્રેસના પી ચિદમ્બરમે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સત્તામાં હતા. તેમ છતાં HP, MCD એમ ત્રણમાંથી બે ચૂંટણીમાં હાર સાથે તેમને 'મોટો આંચકો' લાગ્યો છે.

કોંગ્રેસ જીતી શકતી હતી તો કેમ હારી ગઈ? કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ પહેલીવાર ખૂલીને બોલ્યા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ખુબ જ ખરાબ રીતે હાર થઈ છે. ઈતિહાસમાં પણ કદી આવું શરમજનક અને અત્યંત નિરાશાજનક પરિણામ આવ્યું નથી. ત્યારે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે 'મરેલી' કોંગ્રેસમાં પ્રાણ પુરવાની કોશિશ કરતા હોય તેમ સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીીના હારમાંથી કોંગ્રેસે બોધપાઠ લેવો જોઈએ. એટલું જ નહીં, સખત લડાઇની ચૂંટણીમાં મૌન ઝુંબેશ જેવી કોઇ વસ્તુ નથી. તેવું જણાવ્યું હતું.

પી ચિદમ્બરમે વધુમાં જણાવ્યું હતું કે, સખત લડાઈની ચૂંટણીમાં 'મૌન' ઝુંબેશ જેવી કોઈ વસ્તુ હોતી નથી. કોંગ્રેસે ગુજરાતની હારમાંથી બોધપાઠ લેવો જોઈએ.  કોંગ્રેસના પી ચિદમ્બરમે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સત્તામાં હતા. તેમ છતાં HP, MCD એમ ત્રણમાંથી બે ચૂંટણીમાં હાર સાથે તેમને 'મોટો આંચકો' લાગ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે AAP પાર્ટી પર પ્રહારો કર્યા છે. ચિદમ્બરમે કહ્યું કે AAPને હરિયાણા અને પંજાબ સિવાય દિલ્હીની બહાર વધુ લોકપ્રિયતા મળી નથી. ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) વિરોધી મોરચો રચી શકાય તેવો ધ્રુવ બનવા માટે કોંગ્રેસ શ્રેષ્ઠ સ્થિતિમાં છે.

AAP પાર્ટીએ બગાડ્યો ગુજરાતમાં ખેલ
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસે ગુજરાતમાં હારમાંથી બોધપાઠ શીખવો જોઈએ. તેમણે કહ્યું કે ચુસ્તપણે લડાયેલી ચૂંટણીમાં મૌન પ્રચાર જેવું કંઈ નથી. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે AAP પાર્ટીએ ગુજરાતમાં તે રીતે ખેલ બગાડ્યો જેવી રીતે ગોવા અને ઉત્તરાખંડમાં કર્યો હતો. AAPએ ગુજરાતમાં 33 બેઠકો પર કોંગ્રેસની સંભાવનાઓમાં સેંધ કર્યો છે.

ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરની ચૂંટણીઓ પર કટાક્ષ કરતાં ચિદમ્બરમે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિંતા કરવાની જરૂર છે કે ભાજપ ત્રણેયમાં સત્તામાં હતા, પરંતુ હવે તેમણે બે હારનો સામનો કરવો પડ્યો છે. .

ભાજપા માટે મોટો ઝટકો
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, બે હારનો સામનો કરવો ભાજપ માટે મોટો ખતરો છે. ગુજરાતમાં જીત મહત્વપૂર્ણ છે, પરંતુ તેનાથી એ સચ્ચાઈ છૂપાતી નથી કે સત્તા પર રહેલી બીજેપીને હિમાચલ અને એમસીડીમાં નિર્ણાયક હારનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું કે, હિમાચલમાં કોંગ્રેસ અને એમસીડીમાં આપે મોટા અંતરથી જીત હાંસલ કરી છે.

કોંગ્રેસને ગુજરાતમાંથી નહોતી મોટી આશા
ગુજરાતમાં કોંગ્રેસની હારને લઈને ચિંદબરમે જણાવ્યું હતું કે, મારું માનવું છે કે કોંગ્રેસને ગુજરાતમાંથી મોટી આશા નહોતી. સામાન્ય રીતે મારું માનવું છે કે દરેક ચૂંટણીમાં પાર્ટીને પોતાનું સર્વસ્વ આપવું જોઈએ. મોટા મુકાબલાવાળી ચૂંટણીમાં ખામોશ અભિયાન જેવી કોઈ ચીજ હોતી નથી. ગુજરાતની હારમાંથી કંઈક બોધપાઠ શીખીને આગળ વધવું જોઈએ.

2024ની ચૂંટણીમાં કોંગ્રેસની શું છે તૈયારી?
2024ની ચૂંટણીને લઈને ચિદમ્બરમે કહ્યું કે કોંગ્રેસ સારી સ્થિતિમાં છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા 2023માં અને કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં ચૂંટણી છે.

ચિદમ્બરમે કહ્યું કે 2022માં તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રણ ચૂંટણીઓ તેમજ આવતા વર્ષે રાજ્યની ચૂંટણીના પરિણામો 2024માં લોકસભા ચૂંટણી માટે મેદાન તૈયાર કરશે. ચિદમ્બરમે કહ્યું, "રાજ્યની ચૂંટણીમાં ભાજપ કેટલું સારું પ્રદર્શન કરે છે અને કોંગ્રેસ અને અન્ય બિન-ભાજપ પક્ષો કેટલું સારું પ્રદર્શન કરે છે તે નિઃશંકપણે લોકસભાની ચૂંટણીના પરિણામ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

નોંધનીય છે કે, 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપને 52.5 ટકા મતો સાથે 156 બેઠકો મળી છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ 27 ટકા મતો સાથે 17 બેઠકો પર ઘટી પર રહી ગઈ છે, જ્યારે AAPને 13 ટકા મતો સાથે પાંચ બેઠકો મળી હતી.
 

Trending news