તેણે મને નહી મારા પૈસાને પ્રેમ કર્યો, પ્રેમિકાના ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યા કરી લીધી

પ્રેમિકાના કડવા બોલના કારણે પ્રેમીએ આથ્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. યુવકે મોતને વ્હાલુ કરતા પહેલા છ પાનાની સુસાઇડ નોટ લખી હતી. જેમાં પ્રેમિકાના કડવા વચનોથી નિકાહ માટે જોરુ માંગતા હતા. જો પૈસા નહી આપે તો લગ્ન નહી કરે તેવી ધમકી પણ આપી હતી. મૃતકે પોતાની સુસાઇડ નોટમાં આરોપીઓના મોબાઇલ નંબરોનો પણ ઉલ્લેખ કર્યો હતો. મૃતકે પોતાની સુસાઇડ નોટમાં પોતાની તમામ કહાની વર્ણવી હતી. 
તેણે મને નહી મારા પૈસાને પ્રેમ કર્યો, પ્રેમિકાના ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યા કરી લીધી

અમદાવાદ : પ્રેમિકાના કડવા બોલના કારણે પ્રેમીએ આથ્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. યુવકે મોતને વ્હાલુ કરતા પહેલા છ પાનાની સુસાઇડ નોટ લખી હતી. જેમાં પ્રેમિકાના કડવા વચનોથી નિકાહ માટે જોરુ માંગતા હતા. જો પૈસા નહી આપે તો લગ્ન નહી કરે તેવી ધમકી પણ આપી હતી. મૃતકે પોતાની સુસાઇડ નોટમાં આરોપીઓના મોબાઇલ નંબરોનો પણ ઉલ્લેખ કર્યો હતો. મૃતકે પોતાની સુસાઇડ નોટમાં પોતાની તમામ કહાની વર્ણવી હતી. 

મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પ્રમાણે મે અપને મોત કો ગલે લગાને જા રહા હું, મુજે મરને કે લીયે મજબુર કીયા ગયા છે. મુજે ફિરદોસને મરને કો કહા થા કી ફાંસી લગા કે કુત્તેકી મોત મરજા. મુજે તેરી કોઇ જરૂરત નથી હૈ. અમે ઇસકે લીયે પુરી જિંગદી બર્બાદ કી હૈ. ફિરદોસ કો મુઝે નહી સિર્ફ પૈસો સે પ્યાર હૈ. મે પૈસા ઇસબાર નહી દિયા તો બોલતી હૈ કે મર જા ફાંસી લગા કે મુજે મરને કે લીયે મજબુર કીયા ગયા હૈ. 

મૃતકે સુસાઇડ નોટમાં કહ્યું કે, મારા મર્યા બાદ મારી લાશને મારા ઘર સુધી પહોંચાડી દેજો. મારી લાઇફ ફિરદોસે બરબાદ કરી દીધો છે તો તેની લાઇફ પણ બરબાદ થવી જોઇએ. મારા માત માટે ફિરદોસ અને તેનો સંપુર્ણ પુરો પરિવાર છે. આ તમામને ફાંસી થશે તો ત્યારે જ મારી આત્માને શાંતિ મળશે. 

રામોલ વિસ્તારમાં રહેતા માહતાબને તેની નજીકમાં રહેતી એક યુવતી સાથે થોડા વર્ષો અગાઉ પ્રેમ સંબંધ હતો. જો કે બે વર્ષ અગાઉ આ યુવતી તેના માતા પિતા સાથે ઉત્તર પ્રદેશ સાથે રહેવા માટે ચાલી ગઇ હતી. બાદમાં બંન્ને ફોનથી એકબીજા સાથે વાતચીત કરતા હતા. યુવતી તેમજ તેની માતા મૃતક માહતાબને ફોસલાવીને તેની પાસે વારંવાર પૈસાની માંગણી કરતા હતા. 

માહતાબ પણ તેઓને અહીથી પૈસા મોકલતો હતો. જો કે તેની પાસે ના હોય તો ઉછીના પૈસા લઇને યુવતીને ત્યાં મોકલતો હતો. જેની જાણ મૃકના ભાઇની થાત મૃતકના ભાઇ અને મૃતક ઉત્તરપ્રદેશ ગયા હતા. યુવતીના પિતાએ વાત કરીને તેઓના નિકાહ નક્કી કર્યા હતા. લોકડાઉન દરમિયાન લોકડાઉન  દરમિયાન મંદી હોવાને કારણે એપ્રીલ 2020 તેઓનાં નિકાહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

કેટલાક દિવસ પછી મૃત્યુ કે તેના ભાઇને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, યુવતીના પિતા તેની પાસે રૂપિયા ત્રણ લાખની માંગ કરી રહ્યા છે. એટલું જ નહી યુવતીનાભાઇઓ પણ તેની રૂપિયાની માંગણી રહ્યા છે. જોરૂ નહી આપે તો નિકાહ થવા દેવાની ધમકી આપી રહ્યા છે. જેને પરિણામે મૃતક પોતે કંટાળી ગયો હોવાની જાણ કરી હતી. 3જી ડિસેમ્બરે ફરિયાદીમાં ભાઇએ તેમને જાણ કરી હતી કે માહતાબે આત્મહત્યા કરી લીધી હતી. જેથી તેઓ મહારાષટ્રથી અહી આવ્યા હતા અને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મૃતક પાસેથી છ પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news