દર્દનાક મોત : દોરા બનાવતા મશીનમાં કામદારનો પગ ફસાયો, લોહીલુહાણ હાલતમા દર્દથી કણસીને મોત થયું

શહેરની એક કંપનીમાં કામ કરતા કામદારને એટલુ દર્દનાક મોત મળ્યુ હતું કે અરેરાટી થઈ જાય. કામદાર મશીનમાં ફસાઈ ગયો હતો. દર્દથી કણસતી હાલતમા તે મશીનમાં મોતને ભેટ્યો હતો. જેના મૃતદેહને બહાર કાઢવામાં અનેક પ્રયાસો હાથ ધરવામા આવ્યા હતા. 
દર્દનાક મોત : દોરા બનાવતા મશીનમાં કામદારનો પગ ફસાયો, લોહીલુહાણ હાલતમા દર્દથી કણસીને મોત થયું

નિલેશ જોશી/સેલવાસ :શહેરની એક કંપનીમાં કામ કરતા કામદારને એટલુ દર્દનાક મોત મળ્યુ હતું કે અરેરાટી થઈ જાય. કામદાર મશીનમાં ફસાઈ ગયો હતો. દર્દથી કણસતી હાલતમા તે મશીનમાં મોતને ભેટ્યો હતો. જેના મૃતદેહને બહાર કાઢવામાં અનેક પ્રયાસો હાથ ધરવામા આવ્યા હતા. 

સેલવાસના નરોલીના શ્રુતિ એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. જ્યાં દોરા બનાવવાનું કામ થાય છે. આ કંપનીમાં 19 વર્ષીય કામદાર મશીન પર કામ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ દોરા બનાવતા મશીનમાં ફસાઈ ગયો હતો. તેનો પગ એવી રીતે ફસાયો હતો કે તે ઘાયલ થયો હતો. બાદમાં તે લોહી લુહાણ હાલતમાં મશીન પર તડપતો રહ્યો હતો. લોહી લુહાણ હાલતમાં તે મશીન પર જ મોતને ભેટ્યો હતો.

મશીનમાં ફસાયેલી હાલતમાં કામદારનું મોત થયું હતું. આ અકસ્માત એટલો કમકમાટીભર્યો હતો, જો જોનારાના રુંવાડા ઉભા થઈ ગયા હતા. ભારે પ્રયાસો બાદ મશીનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. 

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવયા છે. જેમાં કામદાર કેવી રીતે મશીનમાં ફસાયો છે તે જોઈને અરેરાટી થઈ હતી. કામદારના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બીજી તરફ, કંપની સંચાલકની બેદરકારી અને તાત્કાલિક સારવાર ન મળવાથી કામદારનું મોત થયા હોવાના આક્ષેપ પણ થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news