વિવાદ બાદ પહેલીવાર સોખડા સ્વામિનારાયણ મંદિરની પ્રતિક્રિયા સામે આવી; ત્યાગવલ્લભ સ્વામીએ આપ્યું નિવેદન
સોખડા વિવાદ મામલે પ્રબોધ સ્વામીનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તમામ સંતો સાથે પૂજા કરીએ છે, સાથે જમીએ છે, સાથે ગોષ્ઠિ કરીએ છે. મને મંદિરમાં કોઈ જ તકલીફ નથી.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિના વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સત્તા માટે હવે સંતોનું યુદ્ધ શરૂ થયું હતું. હવે આ વિવાદ બાદ પહેલીવાર સોખડા સ્વામિનારાયણ મંદિરની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સેવક અનુજ ચૌહાણને સંતો અને બે સેવકોએ મળીને માર મારતા વિવાદ થયો હતો.
સોખડા મંદિરના ત્યાગવલ્લભ સ્વામીનું આ સમગ્ર વિવાદ વચ્ચે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ત્યાગવલ્લભ સ્વામીએ અનુજ ચૌહાણના તમામ આરોપો ફગાવ્યા છે અને જણાવ્યું કે, કોરોનાના કારણે મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કર્યા છે. આ ઘટના સાથે મંદિરના દ્વાર બંધ કરવાનો કોઈ સબંધ નથી. ત્યાગવલ્લભ સ્વામીએ અનુજના તમામ આરોપો ફગાવ્યા છે અને વિવાદનો અંત આવ્યો હોવાનુ નિવેદન આપ્યું છે. પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી પણ સાથે બેઠાં હતા. જેમાં પ્રબોધ સ્વામીએ પોતે નજરકેદ ન હોવાનું કહ્યું છે.
ગુજરાતમાં ત્રણ દિવસ કહેર મચાવશે વરસાદ; આગામી સમયમાં કેવી કૃદરતી આફતો આવશે?
સોખડા વિવાદ મામલે પ્રબોધ સ્વામીનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તમામ સંતો સાથે પૂજા કરીએ છે, સાથે જમીએ છે, સાથે ગોષ્ઠિ કરીએ છે. મને મંદિરમાં કોઈ જ તકલીફ નથી. પરંતુ તમામે મંદિરના નવા ગાદીપતિ વિશે કોઈ ટીપ્પણી કરી નહોતી. પરંતુ અનુજ ચૌહાણે ગાદીપતિને લઈને બે જૂથ પડ્યાનો આક્ષેપ કર્યો હતો. અનુજ ચૌહાણના આક્ષેપ મામલે ત્રણેય સંતો કોઈ જવાબ આપ્યો નહોતો. જ્યારે અનુજ ચૌહાણે કરેલા અન્ય આક્ષેપો પણ પાયાવિહોણા હોવાનું સંતોએ જણાવ્યું છે.
જાણો શું છે સમગ્ર ઘટના?
અત્રે ઉલ્લેખનીય છે કે, સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવક અનુજને સંતો દ્વારા માર મારવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સંતો સહિત 7 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા સેવક અનુજ ચૌહાણને 4 સંતોએ માર માર્યો હતો. જેનો વિડિયો સોશીયલ મીડીયામાં વાયરલ થતાં હડકંપ મચ્યો હતો. અનુજે સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં 4 સંતો સહિત મંદિરના અન્ય લોકો સામે અરજી આપી હતી, ત્યારબાદ અનુજ અને તેનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, બાદમાં આજે અનુજ અને તેના પિતા તાલુકા પોલીસ સમક્ષ હાજર થયા.
જેમને અરજી સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ પોતાના નિવેદનો લખાવ્યા જેના આધારે તાલુકા પોલીસે મંદિરના 5 સંતો સહિત 7 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. અનુજ અને તેના પિતાએ પોલીસ કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. અનુજની અરજીના અનુસંધાને તાલુકા પોલીસે સોખડા મંદિરના સંતો પ્રભુપ્રિય સ્વામી, હરીસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી, હિરલ સ્વામી, આસોજના પ્રણયભાઈ, સોખડાના મનહરભાઈ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો.
સુરત બસ આગ દુર્ઘટના: મૃતક યુવતીના પતિનો ચોંકાવનારો ખુલાસો; ઘટનાનો ચિતાર વર્ણવ્યો
પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ143,147,149,323,294(ખ) મુજબ ગુનો દાખલ કર્યો. તપાસ અધિકારીએ કહ્યું કે આરોપીઓએ અનુજને માર માર્યો હોવાનુ તપાસમાં ફલિત થયું. પોલીસ ફરિયાદ બાદ હવે પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે, સાથે જ પોલીસ ફરિયાદ થતાં સોખડા મંદિરની ગાદીપતિ માટેની લડાઈ હવે વધુ તેજ બનશે તેવું લાગી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ફરિયાદના શું પડઘા પડે છે તે તો સમય જ બતાવશે.
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવકને માર મારવાનો મામલે હવે પોલીસ દ્વારા આક્રમક કાર્યવાહી. તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અજયપાલસિંહ રાઉલજીનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે મંદિરના 7 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આસોજના પ્રણયભાઈ, સોખડાના મનહરભાઈ, પ્રભુપ્રિય સ્વામી, હરીસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી, હિરલ સ્વામી સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આઈ.પી.સી. કલમ 143,147,149,323,294(ખ) મુજબ ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટતાં જ AMC દ્વારા ધડાધડ પુન: મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા
સંતોનું વીડિયો યુદ્ધ, પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની વાત થઈ હતી.
હરિધામ સોખડા વિવાદમાં વધુ એક વીડિયો બોમ્બ ફૂટ્યો હતો. સોખડા મંદિરના સંતોનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની આ વીડિયોમાં ચર્ચા થઈ રહી હતી. ટ્રસ્ટી અશોક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકનો આ વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રબોધજીવન સ્વામી પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પ્રેમસ્વરૂપ સ્વામમીને મંદિરની બાગડોર સોંપવા માટે દબાણ થઈ રહ્યું છે.
હરિધામ સોખડા મંદિર વિવાદમાં સોખડા મંદિરના સંતો અને અનુયાયીઓનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની વાત થઈ રહી છે. પ્રબોધજીવન સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામીને પગે પડી રહ્યા છે. આ બેઠકમાં પ્રેમ સ્વરૂપ સ્વામીને સંસ્થાની બાગડોર સોંપવાની વાત થઈ રહી છે. વાયરલ વીડિયોમાં મીડિયાના નામે પ્રબોધજીવન સ્વામી ઉપર દબાણ આપવામાં આવી રહ્યુ છે. પ્રબોધ જીવન સ્વામીને મીડિયાનો ડર બતાવી પ્રેમ સ્વરૂપ સ્વામીને મંદિરની બાગડોર સોંપવા દબાણ કરાઈ રહ્યું છે.
સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિના વિવાદનો મામલો અટકતો નથી. વિવાદ વચ્ચે રોજ રોજ નવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ બોલ્યા કે, તમને અધ્ધરતાલ મૂકીને નહિ જવું, બે સંતોને જવાબદારી સોંપીને જવાનો છું. હરિપ્રસાદ સ્વામીએ તેમના પછી કોણ તેની જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્રની જવાબદારી ત્યાગવલ્લભ સ્વામીને અને અમદાવાદથી મુંબઈ સુધીની જવાબદારી પ્રેમસ્વરૂપ સ્વામીને સોંપી હતી. પ્રબોધ સ્વામી માટે પણ વીડિયોમાં હરિપ્રસાદ સ્વામી એવુ બોલ્યા છે.
ગઈકાલનો વીડિયો પણ ચોંકાવનારો, હરિપ્રસાદ સ્વામીએ પ્રબોધ સ્વામીને કહ્યું કે, તારે ધીમું પડવાની જરૂર
ગઈકાલે એક વીડિયો વાયરલ થયો હતો. જે અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીનો છે. આ જૂનો વીડિયો હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેમણે આગળ જવાબદારી કોણે સોંપવી તે વિશે જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું બે સંતોને આગળની જવાબદારી સોંપીને જવાનો છું. સૌરાષ્ટ્રની જવાબદારી ત્યાગવલ્લભ સ્વામીને અને અમદાવાદથી મુંબઈ સુધીની જવાબદારી પ્રેમસ્વરૂપ સ્વામીને સોંપવાની તેઓ વાત કરી રહ્યા છે. હરિપ્રસાદ સ્વામીએ પ્રબોધ સ્વામીને કહ્યું કે, તારે ધીમું પડવાની જરૂર છે. આડેધડ બોલે છે અને મારા કરતાં વધુ ફાસ્ટ બોલિંગ કરે છે. આ સાથે હરિપ્રસાદ સ્વામીએ પ્રેમ સ્વરૂપ સ્વામીને કહ્યું કે, તારે બોલતા શીખવાનું છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિનો વિવાદ ચાલી રહ્યો છે આ વચ્ચે એક પછી એક વીડિયો સામે આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે