પ્રેમને પામવા માટે પુત્રએ કરી માતાની હત્યા? એક મૃત્યુ અને આખો પરિવાર બે ભાગમાં વહેંચાયો

પ્રેમને પામવા માટે પુત્રએ કરી માતાની હત્યા? એક મૃત્યુ અને આખો પરિવાર બે ભાગમાં વહેંચાયો

* માતાની હત્યાનો પુત્ર પર આરોપ
* બહેનએ ભાઈ વિરૂધ્ધ નોંધાઈ ફરિયાદ
* ભાઈએ માતા બાઈક પરથી નીચે પટકાઈ હોવાનો કર્યો બચાવ
* 50 વર્ષની મહિલા સાથેના સંબંધ માતા ના મોતનુ કારણ

ઉદય રંજન/અમદાવાદ: શહેરના અસારવા વિસ્તારમા પુત્રએ માતાને માર માર્યો. માતાનુ સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. પુત્રનુ 50 વર્ષની મહિલા સાથેના પ્રેમસંબંધનો માતાએ વિરોધ કર્યો હોવાથી માર માર્યો હોવાનુ તપાસમાં ખુલ્યુ. પરંતુ પુત્રએ માતા બાઈક પરથી નીચે પડી ગઈ હોવાનુ ડોળ કર્યુ. પોલીસે આ આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી.

ટીવી સ્કીન પર દેખાતા આ યુવક પર તેની માતાની હત્યાનો આરોપ છે. 27 વર્ષીય આશીષ રાણા વિરૂધ્ધ તેની સગી બહેન પાયલ ભીલએ ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વિગત એવી છે કે રવિવારની રાત્રે 65 વર્ષીય જમનાબેન રાણા ઈજાગ્રસ્ત હાલતમા મળી આવ્યા હતા. આશીષ રાણાએ બાઈક લઈને તેની બહેન પાયલના ઘરે પહોચ્યો હતો. અને માતા બાઈક પરથી નીચે પટકાયા હોવાનુ કહયુ હતુ.. પાયલ માતાની પાસે પહોચ્યા ત્યારે  જમનાબેનના કાન અને મોઢામાંથી લોહી વહી રહયું હતું. બહેનને પોતાના ભાઈ પર શંકા જતા તેમણે શાહીબાગ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. જયારે સારવાર દરમ્યાન માતા જમનાબેનનુ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આશિષની ધરપકડ કરી.

પુત્રએ માતાની હત્યા કરી હોવાના કેસમા એક 50 વર્ષની મહિલા સુનિતાનુ નામ સામે આવી રહયુ છે. 27 વર્ષના આશિષનુ આ મહિલા સાથે પ્રેમસંબંધ હતો. આશિષની માતા જમનાબેન આ સંબંધથી દુખી હતી. અને તેઓ આશિષને સંબંધ ખત્મ કરવા ઠપકો આપી રહયા હતા. જેથી આશિષે અગાઉ પણ તેની માતાને માર માર્યો હોવાના આક્ષેપો બહેન કરી રહી છે. જયારે આશિષ તો માતા બાઈક પરથી નીચે પટકાઈ હોવાનુ રટણ ચાલુ જ રાખ્યુ છે. પણ સવાલ એ થાય છે કે આશિષ રાત્રે 3 વાગે તેની માતાને બાઈક પર લઈને કયા જઈ રહયો હતો. આ ઉપરાંત જે મહિલા સાથે તેના સંબંધ હતા તે પણ ઘર છોડીને ફરાર થઈ ગઈ. એક બહેન ભાઈએ માતાની હત્યા કરી હોવાનો આરોપ લગાવે છે. જયારે બીજી બહેન ભાઈ નિર્દોષ હોવાનુ કહીને સુનિતા પર આક્ષેપ કરી રહી છે. આ આક્ષેપો અને વિવાદો વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી.

અન્ય સ્ત્રીના ચકકરમા એક પુત્રએ પોતાની જનેતાની હત્યા કરી હોવાના આ આક્ષેપ વચ્ચે પોલીસ પણ મુંઝવણમા છે. કારણ કે હજુ સુધી હત્યાને લઈને સ્પષ્ટ પુરાવા હાથે લાગ્યા નથી.. જેથી મહિલાના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ હત્યા કે અકસ્માત મોતની સ્પષ્ટતા થઈ શકશે. હાલમા પોલીસે આક્ષેપોને લઈને હત્યાનો ગુનો નોંધી આશિષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news