રૂપાણી અને વિદેશમંત્રીએ BJPના સદસ્યતા અભિયાનાનો રાષ્ટ્રીય સ્તરે કરાવ્યો પ્રારંભ
ભાજપના સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ થયો ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય વિદેશમંત્રી ડો એસ જયશંકરે પણ શરૂઆત કરાવી. તેમણે ભાજપ નેતા તરીકે પહેલીવાર સંબોધન કરતા દેશમાં રાષ્ટ્રિય સુરક્ષાને પ્રાધાન્ય આપતી સરકાર થી પ્રભાવિત થયાની વાત કરી અને દેશને વિકાસના માર્ગે આગળ વધારવા વિદેશમંત્રાલય વધુ કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ: ભાજપના સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ થયો ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય વિદેશમંત્રી ડો એસ જયશંકરે પણ શરૂઆત કરાવી. તેમણે ભાજપ નેતા તરીકે પહેલીવાર સંબોધન કરતા દેશમાં રાષ્ટ્રિય સુરક્ષાને પ્રાધાન્ય આપતી સરકાર થી પ્રભાવિત થયાની વાત કરી અને દેશને વિકાસના માર્ગે આગળ વધારવા વિદેશમંત્રાલય વધુ કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આજથી ઓગસ્ટ મહિનાના અંત સુધી સમગ્ર દેશમાં ભાજપ નવા સભ્યોની નોંધણી કરશે અને ભાજપને સર્વ વ્યાપી સર્વ સમાવેશી બનાવાશે. હાલ ભાજપ ના સમગ્ર દેશમાં 11 કરોડ સભ્યો છે જેને 20 કરોડ સુધી પહોંચાડવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. હાલના સંગઠન પર્વમાં 11 કરોડ સભ્યોમાં 20 ટકા વધારાનો લક્ષ્યાંક અપાયો છે.
ગુજરાતમાં ભાજપના 1.13 કરોડ સભ્યો છે જેમાં 50 ટકા વધારાના લક્ષ્યાંક સાથે પ્રદેશ ભાજપે અભિયાન શરૂ કર્યું છે. આ કાર્યક્રમ માં પહેલીવાર કેન્દ્રીય વિદેશમંત્રીએ ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું અને દાવો કર્યો કે પીએમ મોદીની આગેવાનીમાં રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે જે દ્રઢતા જોવા મળી રહી છે તે પહેલાં ક્યારેય નહોતી અને એટલે જ તેઓ ભાજપમાં જોડાયા. તેમના જેવા ઘણા લોકો ભાજપમાં જોડાવા માંગે છે અને આ અભિયાનથી તેમને જોડી શકાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકરોને સંબોધતા ભાજપને અન્ય પક્ષોથી અલગ ગણાવ્યો અને દેશ હિત માટે કામ કરતો પક્ષ ગણાવ્યો. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં કાશ્મીર માંથી કલમ 370 દૂર કરવાની વાત કરી હતી. અને તેને જનતાએ સમર્થન આપ્યું છે. ભાજપ કાર્યકરોની પાર્ટી છે અને દેશ માટે કામ કરે છે. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા ભાજપની પ્રાથમિકતા રહી છે. કોંગ્રેસ હવે ફક્ત સત્તા વાંચ્છુકોનું ટોળું બની ગયું છે અને ત્યાં કાર્યકરો દેખાતા નથી. ગુજરાતમાં 173 બેઠકો પર ભાજપને લીડ મળી છે અને હજુ પણ મજબૂતીથી આગળ વધીશું.
ભાજપના સદસ્યતા અભિયાનની સાથે જે રાજ્યોમાં ભાજપની સત્તા નથી તેવા રાજ્યોમાં ભાજપ મજબૂત થાય તે ઉદ્દેશ સાથે નેતાઓ કામે લાગ્યા છે ત્યારે આગામી દિવસોમાં રાષ્ટ્રવાદના મુદ્દે સમગ્ર દેશ એક રહે તે પ્રયાસ ભાજપના રહેશે. ભાજપનું આ સદસ્યતા અભિયાન કેટલું સફળ થાય છે તે આગામી મહિને સ્પષ્ટ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે